29/02/2024

પરિણામોમાં વિલંબથી કંટાળેલા વિદ્યાર્થીઓનો MSU હેડ ઓફિસ પર હોબાળો, વિજિલન્સના સભ્યોએ ફેંટ પકડીને ધક્કા માર્યા

0

Updated: Dec 27th, 2023

વડોદરા,તા.27 ડિસેમ્બર 2023,બુધવાર

એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં ત્રીજા અને ચોથા વર્ષની એટીકેટની પરીક્ષાના પરિણામો 70 દિવસ પછી પણ જાહેર નહીં થયા હોવાથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ હેડ ઓફિસ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. પરિણામ સમયસર જાહેર નહીં કરી શકનાર યુનિવર્સિટીની વિજિલન્સ અને સિક્યુરિટીએ વિદ્યાર્થીઓની માંગણીઓ વ્યાજબી હોવા છતા તેમની સાથે ગેરવર્તન કર્યુ હતુ. 

અત્યાર સુધી તો યુનિવર્સિટી હેડ ઓફિસના પ્રવેશ દ્વારા સુધી જઈને  વિદ્યાર્થીઓ રજૂઆત કરી શકતા હતા પણ પાર્કિંગના નિયમોના નામે તાનાશાહી ચલાવી રહેલી વિજિલન્સે વિદ્યાર્થીઓને કમ્પાઉન્ડના ગેટ પાસે રોકી દેતા ભડકો થયો હતો. 

વિદ્યાર્થીઓ રોષે ભરાઈને ગેટની અંદર ઘૂસી ગયા હતા અને આ દરમિયાન વિજિલન્સના સભ્યોએ તેમની ફેંટ પકડી હતી અને ધક્કા પણ માર્યા હતા. જેના કારણે ભારે ઘર્ષણ થયુ હતુ. આમ છતા વિદ્યાર્થીઓ હેડ ઓફિસના મુખ્ય દરવાજા સુધી પહોંચી ગયા હતા. બીજી તરફ વિદ્યાર્થીઓએ વોલીબોલ રમીને પોતાનો વિરોધ પ્રદર્શીત કર્યો હતો. યુનિવર્સિટીના પીઆરઓની હરકતે પણ બળતામાં ઘી હોમ્યુ હતુ. 

વિદ્યાર્થીઓની રજૂઆત સાચી હોવાનુ જાણતા હોવા છતા પીઆરઓ દ્વારા પહેલા તો વિદ્યાર્થીઓ પાસે આઈ કાર્ડ માંગ્યા હતા. જેના કારણે વિદ્યાર્થીઓ વધારે રોષે ભરાયા હતા. 

આ હંગામા વચ્ચે ફેકલ્ટી ડીન પ્રો. ધનેશ પટેલ હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને તેમણે સાંજ સુધીમાં ચોથા વર્ષના એટીકેટીના પરિણામો જાહેર કરાવની ખાતરી આપી ત્યારે મામલો કંઈક અઁશે થાળે પડયો હતો. 

– વિદ્યાર્થીઓ ગુનેગાર હોય તેવો વિજિલન્સનો વર્તાવ

વિદ્યાર્થીઓ માટે રજૂઆત કરવા પહોંચેલા વિદ્યાર્થી સંગઠન  વિદ્યાર્થી વિકાસ સંઘના આગેવાનોનુ કહેવુ હતુ કે, 45 દિવસની જગ્યાએ 70 દિવસ પછી પણ પરિણામ નહીં આવ્યુ હોવાથી વિદ્યાર્થીઓને હેડ ઓફિસ આવવુ પડયુ છે. ચોથા વર્ષના વિદ્યાર્થીઓ પરિણામના અભાવે કેમ્પસ ઈન્ટરવ્યૂમાં નોકરી પણ મેળવી ના શકે અને વિદેશ જવાનુ પણ અટકી જાય તેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે. બીજી તરફ વિજિલન્સના અધિકારીઓ તો અમે ગુનેગાર હોય તેવી રીતે વર્તી રહ્યા છે. તેમને તો કોઈ કાયદો લાગુ પડતો નથી. કારણકે તેઓ કાયદાથી પર છે અને એટલા માટે અમને ધમકી આપી રહ્યા છે કે, તમારે જ્યાં પિટિશન કરવી હોય ત્યાં કરો. વિદ્યાર્થીઓ પરિણામની રજૂઆત હેડ ઓફિસમાં નહીં કરે તો બીજે ક્યાં કરશે.. સુરક્ષાના નામે  વિદ્યાર્થીઓનો અવાજ દબાવી દેવાની હરકત સત્તાધીશો કરી રહ્યા છએ. 

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW