02/03/2024

જામનગર શહેરમાં બે રહેણાંક મકાનો પર ઈંગ્લીશ દારૂ અંગે દરોડા

0

Updated: Dec 27th, 2023


– જામજોધપુરના વાંસજાળિયા ગામ પાસેથી એક કારમાં દારૂની હેરાફેરી પકડાઈ

જામનગર,તા.27 ડિસેમ્બર 2023,બુધવાર

જામનગર શહેરમાં જુદા જુદા બે વિસ્તારોમાં પોલીસે ગઈ રાત્રે દારૂ અંગે દરોડો પાડી, ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે. આ ઉપરાંત જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામ પાસેથી પસાર થઈ રહેલી એક કારમાંથી ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો પકડાયો છે, અને બે શખ્સોની પોલીસે અટકાયત કરી છે.

 જામનગર શહેરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતા મોહિત કિશોરભાઈ આંબલીયા નામના શખ્સના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે ગઈ રાત્રે એલસીબીની ટીમ ત્રાટકી હતી અને મકાનમાંથી 28,000 ની કિંમતનો 70 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કરી લીધો હતો. જે આરોપી મોહિત આંબલીયા ભાગી છૂટ્યો હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

 આ ઉપરાંત જામનગરમાં ગોકુલ નગર નજીક અયોધ્યા નગર શેરી નંબર બે માં રહેતા મહિપાલસિંહ જાડેજાના મકાન પર પોલીસે દરોડો પાડયો હતો અને મકાનમાંથી 15 નંગ દારૂની બાટલીના જથ્થા સાથે આરોપી મહિપાલસિંહ જાડેજાની અટકાયત કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત દારૂ જામનગરના ગોકુલ નગરમાં રહેતા હાર્દિક ડાંગરે સપ્લાય કર્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે. 

ઇંગલિશ દારૂ અંગેનો ત્રીજો દરોડો જામજોધપુર નજીક સમાણા ગામ પાસે પાડવામાં આવ્યો હતો. ત્યાંથી  ત્યાંથી એક કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલા રાજકોટના પ્રકાશ યશવંતભાઈ જોશી તેમજ પોરબંદરના મુકેશ નાગજીભાઈ ડંકીની અટકાયત કરી લીધી છે, અને તેની પાસેથી 94 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી અને કાર વગેરે કબજે કરી લીધા છે. જ્યારે બંનેની અટકાયત કરી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW