29/02/2024

જામનગર : જોડીયાના પીઠડ ગામ પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવારનું કરુણ મૃત્યુ

0

Updated: Dec 27th, 2023

જામનગર,તા.27 ડિસેમ્બર 2023,બુધવાર

જામનગર જિલ્લાના જોડીયામાં પીઠડ ગામના પાટીયા પાસે સિંગલ પટ્ટી રોડ પર આવી રહેલા ટ્રેક્ટર ચાલકે એક બાઇકને ઠોકરે ચડાવતાં તેના ચાલક પરપ્રાંતિય યુવાનનું ગંભીર ઈજા થવાથી અંતરયાળ મૃત્યુ નીપજ્યું છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના અલીરાજપુરનો વતની અને હાલ જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતો કિશોરભાઈ અનસિંગભાઈ બારીયા નામનો 24 વર્ષનો શ્રમિક યુવાન પોતાનું બાઈક લઈને ગઈકાલે સાંજે પીઠડ ગામના સિંગલ પટ્ટી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન પૂરપાટ વેગે આવી રહેલા એક ટ્રેક્ટરના ચાલક કોયલી ગામના ધર્મેન્દ્રસિંહ પ્રવીણસિંહ જાડેજાએ બાઈકને ઠોકરે ચડાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

 જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને ગંભીર ઇજા થવાના કારણે સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. 

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ ગુલાબભાઈ અનસીગભાઈ બારીયાએ જોડીયા પોલીસ મથકમાં ટ્રેક્ટર ચાલક ધર્મેન્દ્રસિંહ પ્રવીણ સિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવતાં જોડીયા પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW