29/02/2024

અલકાપુરીની ઓફિસર્સ કોલોનીમાંથી રૂ.2 લાખના દાગીનાની ચોરી કરનાર ચોર ઝડપાયો

0

Updated: Dec 27th, 2023

વડોદરા,તા.27 ડિસેમ્બર 2023,બુધવાર

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી ઓફિસર્સ કોલોનીના ખુલ્લા રહી ગયેલા મકાનમાંથી 2.04 લાખના સોનાના દાગીનાની ચોરી કરનાર ચોરને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી તમામ દાગીના રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ સુરતના અને હાલમાં શહેરના અલકાપુરી વિસ્તારમાં ઓફિસર્સ કોલોનીમાં જિગ્નેશ નરેન્દ્ર પંચાલ ડભાસા ખાતે આવેલી ફાર્મા કંપનીમાં મેનેજર નોકરી છે. તેમની પત્ની પણ એસ એસ જી હોસ્પિટલમાં નર્સ છે. કોઇ કારણોસર તેમના ઘરનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો. તે દરમિયાન તસ્કર ઘુરમાં ઘુસી ગયો હતો અને બેડરૂમમાં તિજોરીમાંથી સોનાના સહિતના 2.04 લાખના દાગીના ચોરી કરી ફરાર થઇ ગયો હતો. દરમિયાન સયાજીગંજ પોલીસે અવાર નવાર અલકાપુરી વિસ્તારમાંથી ચોરીના ઇરાદે ફરતા નોમાન ઇકબાલ છીપાને શંકાના આધારે અલકાપુરી ક્રોસવર્ડ લાયબ્રેરી પાસે મોપેડે લઇને ઉભો હોય પોલીસ પહોંચતા તેમને જોઇને ભાગવા લાગ્યો હતો. જેથી પોલીસે તેને પકડી પૂછપરછ કરતા ઓફીસર્સ કોલોનીમાં એક મકાન ખુલ્લુ હતુ ત્યારે તેમાં ઘુસી સોનાના દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને દાગીના તેના ઘરે સંતાડ્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે તેની  ધરપકડ કરી  સોનાના સહિતના દાગીના મળી 2.04 લાખની મત્તા રીકવર કરી હતી.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW