02/03/2024

મોર્નિંગ શોમાં ફિલ્મ જોવા જતા યુવાનનું મોત: મિત્રને ઈજા

0

Updated: Dec 24th, 2023

Image Source: Freepik

– ઈકોએ અચાનક યૂ ટન લીધો અને બાઈક સાથે અથડાઈ

વડોદરા, તા. 24 ડિસેમ્બર 2023, રવિવાર

વડોદરા વાઘોડિયા રોડ પર આવેલા આમોદર ગામ પાસેની ગોલ્ડનવીલા સોસાયટીમા રહેતા મૂળ આંધ્રપ્રદેશના વતની અને પારુલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા બે વિદ્યાર્થી મહેન્દ્રરેડી ઓબુલરેડી સન્માનગી તેમજ તેનો મિત્ર નાગાનીથીત વિરાંજતેયુલું અલાંગી ઘરેથી બાઈક લઈને વડોદરા વાઘોડિયા રોડ પર આવેલા થિયેટરમાં મોર્નિંગ શોમાં ફિલ્મ જોવા માટે જતા હતા. દરમ્યાન વડોદરાથી રોડ પર ખટંબા ગામની સીમમાં ભાથીજી મંદિર પાસે રોડ પરના એક કટ પરથી યૂ ટન મારી એક ઇકો ગાડીએ બાઈકને જોરદાર ટક્કર મારતા બંને મિત્રો રોડ પર ફંગોળાયા હતા. આ અકસ્માતમાં નાગાનીથીતને ગંભીર ઈજા થવાથી તેનું કરુણ મોત નિપજ્યું હતું જ્યારે તેના મિત્ર મહેન્દ્રરેડ્ડીને ઇજા થતા સારવાર માટે ખસેડાયેલ છે બનાવ અંગે વરણામા પોલીસે ઇકો ચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. 

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW