02/03/2024

દ્વારકામાં ઇતિહાસનું થયું પુનરાવર્તન : 37 હજાર આહીરાણીઓનો પરંપરાગત પરિધાનમાં મહારાસ પૂર્ણ

0

આ મહારાસને જોવા આહિર સમુદાય સહિત બે લાખથી વધુ લોકો ઉમટ્યા

નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે હેતુથી આ મહારાસ આયોજિત કરવામાં આવ્યો

Updated: Dec 24th, 2023


History repeats itself in Dwarka : ગુજરાતમાં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિમાં ઇતિહાસનું પુનરાવર્તન થયું છે જેમાં આજે દ્વારકામાં આહિર સમુદાય સહિત બે લાખથી વધુ લોકોની ઉપસ્થિતિમાં 37 હજાર જેટલી આહિરાણીઓએ મહારાસ રમી હતી.

નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે હેતુથી આ મહારાસ આયોજિત કરવામાં આવ્યો

અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનના ઉપક્રમે આ મહારાસ ઉત્સવ યોજાયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના પુત્રવધૂ, બાણાસુરના પુત્રી અને પુત્ર અનિરૂદ્ધની પત્ની ઉષા રાસ રમ્યા હતા તેમની સ્મૃતિરૂપે યાત્રાધામના આંગણે આ ઉત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે આજે કૃષ્ણની નગરી દ્વારકામાં આવેલા નંદધામ પરિસરમાં ઈતિહાસનું પુરરાવર્તન થતા યાદવકુળની 37 હજાર આહિરાણીઓ રાસ રમી હતી. હવે ભગવાન દ્વારકાધીશના મંદિર સુધી શાંતિયાત્રા કાઢવામાં આવશે. આ મહા ઉત્સવમાં જોડાવા માટે સૌરાષ્ટ્ર સહિતની આહિરાણીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે હેતુથી આ મહારાસ આયોજિત કરવામાં આવ્યો હતો અને આ મહારાસને જોવા માટે આહિર સમાજ સહિત બે લાખથી વધુ લોકો ઉમટ્યા હતા.

આહિરાણીઓ પરંપરાગત પરિધાન પહેરીને મહારાસ રમી

કાર્યક્રમમાં પધારવા માટે પહેલી કંકોતરી ભગવાન દ્વારકાધીશને અર્પણ કરવામાં આવી હતી. આજે સવારે 5 વાગ્યે બ્રહ્મમુહૂર્તમાં  દ્વારકા સ્થિત રૂક્ષ્મણી માતાના મંદિરની પાછળના ભાગે વિશાળ ગ્રાઉન્ડમાં આહિરાણીઓ રાસ રમવા માટે પહોંચી હતી, ત્યાર બાદ બ્રહ્મકુમારી દીદી દ્વારા વ્યાખ્યાન વાંચવામાં આવ્યું હતું.  આ આહિરાણીઓ પરંપરાગત પરિધાન (Traditional cloths) અને નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણા પહેરીને મહારાસ રમી હતી. 



Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW