02/03/2024

દિપડો આખરે ખેતરો છોડીને જંગલ વિસ્તારમાં જતો રહ્યો : ફુટ પ્રિન્ટ મળ્યા

0

Updated: Dec 24th, 2023


દહેગામના કડજોદરામાં આતંક મચાવનાર

મારણ સાથેના પાંજરા મુકી રાખ્યા : લોકોના ટોળા ભેગા નહીં થાય તે માટે વનકર્મીઓ સિવિલ ડ્રેસમાં પેટ્રોલીંગ કરવા મજબૂર

ગાંધીનગર :  દહેગામના કડજોદરામાં આતંક મચાવનાર દીપડો હવે ખેતર વિસ્તાર
છોડીને વનવિસ્તારમાં જતો રહ્યો છે આ તરફ નદીની કોતરો પણ આવેલી છે તેમાં તેને સલામત
લાગતા તે તરફ જતો રહ્યો હોવાના ફુટ પ્રિન્ટ આજે સવારના સમયે વન તંત્રને જોવા મળ્યા
છે તેમ છતા ખેતર-સીમમાં મારણ સાથેના પાંજરા મુકી રાખ્યા છે તો બીજીબાજુ સર્ચ કરવા
માટે પણ સ્થાનિકોના ટોળા ભેગા ન થઇ જાય તે માટે વન કર્મીઓને સીવીલ ડ્રેસમાં આવવું
પડે છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કડજોદરા ગામના ખેતરોમાં
આતંક મચાવનાર અને સાત વ્યક્તિઓને ઘાયલ કરનાર ખુંખાર દીપડો આખરે ખેતરો છોડીને જંગલ
વિસ્તાર જતો રહ્યો હોવાનું વનતંત્રનું માનવું છે. ગઇકાલે રાત્રે પણ વનકર્મીઓ
દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું અને વહેલી સવારે પણ સંભવિત વિસ્તારમાં ચેકીંગ
કરાયું હતું જે દરમ્યાન દીપડાના ફુટ માર્ક મળી આવ્યા હતા આ પગ માર્ક ઉપરથી વન
તંત્રએ જણાવ્યું હતું કે દીપડો નજુપુરા તરફના જંગલ તથા નદીના કોતર વિસ્તારમાં જતો
રહ્યો છે. તેમ છતા ગ્રામજનોને સાવધાન રહેતા માટે સુચના આપવામાં આવી છે.

એટલુ જ નહીં,
ગઇકાલે જ્યાં પાંજરા મુકવામાં આવ્યા હતા તે ખેતર તથા સીમ વિસ્તારમાં હજુ પણ
મારણ સહિતના પાંજરા મુકી જ રાખવામાં આવ્યા છે તો બીજીબાજુ વનવિભાગના કર્મચારી હવે
સ્થાનિક લોકોના ટોળા ન થાય તે માટે સીવીલ ડ્રેસમાં પેટ્રોલીંગ કરી રહ્યા છે.
દહેગામ વન તંત્રની હદ વટાવીને દીપડો આંતરસુબા રેન્જમાં પહોંચી ગયો છે એટલે ત્યાનું
તંત્ર પણ સાબદું થઇ ગયું છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW