29/02/2024

કારની ટક્કરે ઘાયલ બાઇકચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

0

Updated: Dec 24th, 2023


ગાંધીનગર નજીક ઉવારસદ ફાટક પાસે

ઇજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ગાંધીનગર બાદ અમદાવાદ સિવિલ લઇ જવાયો હતોે

ગાંધીનગર :  ગાંધીનગર આસપાસના હાઇવો માર્ગો ઉપર જીવલેણ અકસ્માતોની
સંખ્યા વધી ગઇ છે. ઉવારસદ ફાટક નજીક કારે બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માત આ
ગંભીર ઈજાગ્રસ્ત બાઈક સવારનું અમદાવાદ સિવિલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
જે અંગે અડાલજ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર શહેરના પહોળા અને પાકા રોડ-રસ્તા અકસ્માત ઝોન
બન્યા છે ત્યારે આસપાસના ગ્રામ્યવિસ્તારમાંથી પસાર થતા હાઇવે ઉપર વાહનની સ્પિડ વધુ
હોવા ઉપરાંત ગફલતભરીરીતે વાહન ચલાવવાને કારણે જીવલેણ અકસ્માતો થવાના કિસ્સા વધી
રહ્યા છે.ત્યારે ઉવારસદ ફાટક પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અંગે
પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
,ઉવારસદમાં
રહેતા પરાગભાઇ ગત રવિવારે અડાલજ ખાતે નોકરી અર્થે બાઇક લઇને જતા હતા ત્યારે ઉવારસદ
ફાટક નજીક કારની ટક્કરે બાઇકસવાર પરાગભાઇ નીચે રસ્તા પર પડી ગયા હતા. ઘાયલ
પરાગભાઇને તાત્કાલિક ૧૦૮ બોલાવીને ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી વધુ
સારવાર માટે અમદાવાદ સિવિલ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન
પરાગભાઇનું મોત નિપજ્યું હતું. જેના પગલે તેમના નાના ભાઇ નિકેતભાઇ સોલંકીએ અડાલજ
પોલીસ મથકમાં કારચાલક વત્સલ ધવલભાઇ પટેલ સામે ગુનો નોંધાવ્યો છે.પોલીસે પણ કારચાલક
સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW