યુટ્યુબ પર વિડિયો લાઈક કરી પૈસા કમાવાની લાલચમાં રૂ. 8 લાખ ગુમાવ્યા

0

Updated: Dec 23rd, 2023

image : Freepik

વડોદરા,તા.23 ડિસેમ્બર 2023,શનિવાર

યુટ્યુબ પર વીડિયો સબસ્ક્રાઇબ અને લાઈક કરી પૈસા કમાવાની લાલચ આપી વિશ્વાસમાં લઈને ટાસ્ક કરવાના બદલામાં અલગ અલગ એકાઉન્ટમાં રૂ.8 લાખ ઉપરાંતની રકમ ભરાવી એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરાઈ હોવાનો બનાવ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે.

શહેરના સમા સાવલી રોડ પર અવસર પાર્ટી પ્લોટ પાછળ આવેલ શિવાલય એવન્યુમાં રહેતા અને ખાનગી કંપનીમાં એચઆરનું કામ કરતા અમી શરદ સુરાણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, એક વોટ્સએપ નંબર પરથી મને મેસેજ આવ્યા બાદ યુટ્યુબમાં વીડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરવા માટે જણાવેલ. વોટ્સએપમાં બે ટાસ્ક કરાવેલ ત્યારબાદ ટેલિગ્રામ આઈડી ધારક સાથે વાત કરવા જણાવેલ. મારી પાસેની માહિતીમાં મારી ઉંમર, શહેર વગેરે વિગત માંગતા એ પૂરી પાડવામાં આવેલ હતી. જેના લાઈક કરવાના મને રૂપિયા 150 મારા એકાઉન્ટમાં જમા કરાવતા વિશ્વાસમાં આવી ગયા હતા. ત્યારબાદ ટેલિગ્રામ આઈડી પરથી વાત કરાવતા મને જણાવેલ કે, તમને કુલ 10 ટાસ્ક યુટ્યુબના વિડીયો લાઈક કરવાના છે. ત્યારબાદ ગ્રુપ ટાસ્ક કરવા મને કુલ 21 ટાસ્ક આપવામાં આવેલ હતા. જે ચોક્કસ સમય મર્યાદામાં પુરા કરવાના કહ્યા હતા. જે ગ્રુપ પછી ડીલીટ થઈ ગયુ હતું. ત્યારબાદ મને ફ્રી ટાસ્ક માટે ચોક્કસ લિંક સાથે વાત કરવા જણાવવામાં આવેલ હતી. જેમાં પ્રીપેડ ટાસ્ક કઈ રીતે થાય? અને નાણાં કઈ રીતે રિફંડ થાય? તેની માહિતી મને આપવામાં આવેલ હતી.

ટેલિગ્રામ આઈડી ધારકે જે રિસેપ્શનીસ્ટનું કામ કરતો હોય તેણે એક વેબસાઈટની લિંક આપી રજીસ્ટ્રેશનમાં ઇમેલ આઇડી અને પાસવર્ડ માંગેલ હતા અને તેમાં લોગીન કરતા કરેલી વાત અને તેમાં પ્રી-પેડ ટાસ્ક કરવાથી વિડીયો લાઈક કરવાના રૂપિયા 50ના બદલામાં રૂપિયા 100 મળશે તેવું જણાવવામાં આવ્યું હતું. ટેલિગ્રામ કે બીજા ગ્રુપમાં મને જોઈન કરેલ જેમાં પાંચ સભ્યો હતા. તેઓએ વેબસાઈટમાં ડેટા ઇનપુટ કરવામાં ભૂલ આવેલ છે જેથી વધુ પેમેન્ટ કરવું પડશે તેમ જણાવી એકાઉન્ટમાં ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી વિવિધ એકાઉન્ટ નંબરમા રૂપિયા ભરવા પડશે તેમ જણાવ્યું હતું. લિંકમાં નાણાં મિત્રો કરવા માટે જણાવતા કુલ રૂ.10,44,903 રિફંડ થયા ન હતા. નાણાં વિડ્રોઅલ કરવા જતા કોઈ કારણોથી તે પરત થયેલા નહીં. જમા કરાવેલ કુલ રકમ પૈકી ટાસ્ક ના બહાને કુલ 8,06,872 રૂપિયા ભરાવી અલગ અલગ ઈસમોએ ગુનાહિત કાવતરું રચી એકબીજાની મદદગારી કરી ઇલેક્ટ્રોનિક માધ્યમથી છેતરપિંડી કરી હોવાના બનાવ મામલે વોટ્સએપ નંબર, ટેલિગ્રામ આઈડી તથા ટેલિગ્રામ ગ્રુપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Loading

Print Friendly, PDF & Email

ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW