29/02/2024

દ્વારકામાં ઇતિહાસનું પુનરાવર્તન : આજથી બે દિવસ 37,000 આહિરાણીનો મહારાસ

0

ભગવાન કૃષ્ણની નગરીના નંદધામ પરિસરમાં 1.50 લાખથી વધુ આહિર સમુદાય ઉત્સવનો સાક્ષી બનશે

Updated: Dec 23rd, 2023

ગુજરાતમાં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિમાં ઇતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું છે. 23 અને 24 ડિસેમ્બરે કૃષ્ણની નગરી દ્વારકામાં આવેલા નંદધામ પરિસરમાં 1.50 લાખથી વધુ આહિર સમુદાયની ઉપસ્થિતિમાં 37000 જેટલી આહિરાણી દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. 

નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે હેતુથી આ મહારાસ આયોજિત કરવામાં આવ્યો

અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનના ઉપક્રમે આ મહારાસ ઉત્સવ યોજાશે. ભગવાન શ્રીકૃષ્ણના પુત્રવધૂ, બાણાસુરના પુત્રી અને પુત્ર અનિરૂદ્ધની પત્ની ઉષા રાસ રમ્યા હતા તેમની સ્મૃતિરૂપે યાત્રાધામના આંગણે આ ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. યાદવકુળના 37 હજાર આહિરાણીઓ રાસ રચીને ભગવાનના ચરણોમાં સમર્પિત કરશે. આ મહા ઉત્સવમાં જોડાવા માટે સૌરાષ્ટ્ર સહિતની આહિરાણીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે હેતુથી આ મહારાસ આયોજિત કરવામાં આવ્યો છે જે વિશ્વરેકોર્ડ બનશે. 

આહિરાણીઓ પરંપરાગત પરિધાન પહેરીને મહારાસ કરશે

કાર્યક્રમમાં પધારવા માટે પહેલી કંકોતરી ભગવાન દ્વારકાધીશને અર્પણ કરવામાં આવી હતી. 23મી ડિસેમ્બર ને શનિવારના રોજ રાસ ઉત્સવ શરૂ થશે. મુખ્ય આયોજનમાં 24મી ને રવિવારે સવારે પાંચ કલાકે બ્રહ્મમુહૂર્તમાં દ્વારકા સ્થિત રૂક્ષ્મણી માતાના મંદિરની પાછળના ભાગે વિશાળ ગ્રાઉન્ડમાં 37000 આહિરાણીઓ પરંપરાગત પરિધાન (Traditional cloths) પહેરીને મહારાસ કરશે. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં આ રાસ રજૂ કરવા શાંતિયાત્રા કાઢવામાં આવશે.



Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW