29/02/2024

જામનગરના પત્રકાર અને ઉદ્યોગકારના રૂપિયા બે લાખની રકમ સાથેના સ્કૂટરની ઉઠાંતરી

0

Updated: Dec 23rd, 2023

image : Freepik

– સત્યમ કોલોની રોડ પરના શ્રીજી કોમ્પલેક્સના પાર્કિંગમાંથી સ્કૂટર ઉઠાવી જનાર ગઠિયો સીસીટીવીમાં કેદ થયો

જામનગર,તા.22 ડિસેમ્બર 2023,શનિવાર

જામનગરના સત્યમ કોલોની એરફોર્સ-ટુ ગેઇટ રોડ પર આવેલા એક કોમ્પલેક્સના પાર્કિંગમાંથી બુધવારે ધોળે દહાડે સ્કૂટરની ઉઠાંતરી થઇ છે, આ સ્કૂટરની ડેકીમાં રૂા. બે લાખની રોકડ રકમ હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

શહેરના કૈલાસનગર વિસ્તારમાં રહેતા અને શ્રીજી કોમ્પલેક્સમાં અખબારી ઓફીસ ધરાવતા અને ઉદ્યોગકાર દિપકભાઇ ઠુમ્મરનું આ સ્કૂટર બુધવારે ગુમ થયા પછી બે દિવસની તપાસના અંતે શુક્રવારે આ ઉઠાંતરીની ફરિયાદ શહેરના સીટી સી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવી છે.

ફરિયાદી દિપકભાઈ મોહનભાઇ ઠુમ્મર પોતાની ઓફિસના નીચેના ભાગમાં જાહેર રોડ પર પોતાનું ઓલા સ્કૂટર નં. જીજે-10-ડીએમ-3340 બુધવારે બપોરે ત્રણ વાગ્યા આસપાસ પાર્ક કરવામાં આવ્યું હતું, આ સ્કૂટરની ડેકીમાં બેન્કમાં ભરવા માટેની બે લાખની રોકડ રાખવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે, દરમ્યાન સીટી સી ડીવીઝન પોલીસના સ્ટાફે આ બનાવના સ્થળની રુબરુ મુલાકાત લઇ આજુબાજુમાં આવેલવિવિધ દુકાનો તથા ઓફિસો વગેરેના સીસીટીવી કેમેરાના ફૂટેજની વિસ્તૃત રીતે અને જીણવટભરી રીતે ચકાસણી કરી હતી.

આરોપીને ઝડપી લેવા માટે વિવિધ સીસીટીવી કેમેરાના ફુટેજની ચકાસણીના આધારે સીટી સી. ડીવીઝન પોલીસ દ્વારા વધુ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW