02/03/2024

ખોડલધામ નિર્મિત કેન્સર હોસ્પિટલના ભૂમિદાનના સંકલ્પને ઘેર-ઘેર પહોંચાડવા ચેરમેન નરેશ પટેલનો અથાગ સંકલ્પ

0

image : Social media 

– જામનગર શહેર તેમજ ધ્રોલ, કાલાવડ, જામજોધપુર (માંડાસણ) સહિત શહેરમાં મીટીંગ યોજાઇ  

– સર્વ સમાજ માટે બનનારી અતિ આધુનિક કેન્સર હોસ્પિટલના ભૂમિ પૂજનનું આમંત્રણ પણ અપાયું

જામનગર,તા.22 ડિસેમ્બર 2023,શનિવાર

આગામી તારીખ 21મી જાન્યુઆરી 2024ના રોજ કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સાત વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા વધુ એક પ્રકલ્પ સાર્થક બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે રાજકોટ નજીક આવેલ અમરેલી ગામ ખાતે સર્વ સમાજ માટે અધ્યતન આધુનિક કેન્સર હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે.

ત્યારે આગામી તારીખ 21 જાન્યુઆરી 2024 ના રોજ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે, ત્યારે આ ભવ્ય કાર્યક્રમ પ્રસંગના લાખો લોકો શ્રી ખોડલધામ કાગવડ મંદિરના પટાંણગણમાં સાક્ષી બનશે.

કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેન નરેશ પટેલ દ્વારા 17 ડિસેમ્બર થી ગુજરાત, મહારાષ્ટ્ર સહિત રાજ્યના પ્રવાસની શરૂઆત કરવામાં આવી છે અને તારીખ 17 ડિસેમ્બરના રોજ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પ્રવાસની શરૂઆત કરી હતી.

 રાજકોટ નજીક અમરેલી ગામ ખાતે સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન માટે સંકલ્પબધ્ધ કરવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલ જામનગર જિલ્લા સહિત શહેરમાં રૂબરૂ આમંત્રણ આપવા અને સૌને કેન્સર હોસ્પિટલમાં ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. 

જેમાં જામનગર જિલ્લાના ગઈકાલે તારીખ 22 ડિસેમ્બરને શુક્રવારના રોજ આમંત્રણ આપવા પધાર્યા હતા. જેમાં સૌપ્રથમ ધ્રોલ તાલુકામાં સવારે 10.00 કલાકે ડીએચ મુંગરા કન્યા વિદ્યાલય ખાતે આમંત્રણ આપવા પહોંચ્યા હતા.

ત્યારબાદ કાલાવડ ખાતે બપોરે 2.30 વાગ્યે હિરપરા કન્યા વિદ્યાલય ખાતે, ત્યારબાદ જામજોધપુર તાલુકાના માંડાસણ ગામે સાંજે 4.30 કલાકે શ્રી સરદાર પટેલ સેવા સમાજમાં લેઉવા પટેલ સમાજના લોકોને આમંત્રણ આપ્યું હતું. 

ત્યારબાદ સાંજે 6.30 કલાકે જામનગર શહેરમાં સરદારધામ સોસાયટી રણજીતસાગર રોડ મયુર ટાઉનશીપ પાછળ હજારો સંખ્યામાં ખોડલધામના આગેવાનો તેમજ લેવા પટેલ સમાજના લોકોની રૂબરૂમાં આમંત્રણ પાઠવ્યું હતું.

તેમજ સાંજ છ વાગ્યે ખાસ લોકસાહિત્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW