02/03/2024

કેનેડાના વિઝા અને વર્ક પરમિટના બહાને પિતા-પુત્ર દ્વારા રીક્ષાવાળા પાસેથી રૂ.5.50 લાખ પડાવ્યા

0

Updated: Dec 23rd, 2023

image : Freepik

વડોદરા,તા.23 ડિસેમ્બર 2023,શનિવાર

વિદેશમાં કેનેડાની પરમિટ અને વિઝીટર વિઝા અપાવવાના બહાને નિઝામપુરા ડીલક્ષ ચાર રસ્તા પાસે આવેલી સહિત ભેજાબાજ પિતા પુત્રએ ગુજરાત રિફાઇનરીમાં રિક્ષા ડ્રાઇવર તરીકે નોકરી કરતા પુત્રને લાલચ આપીને રૂ.5.50 લાખનો ચૂનો ચોપડીને ઓફિસ બંધ કરી પોબારા ભણી જતા યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

પોલીસની વિગત એવી છે કે ગોરવા ભાઈલાલભાઈ પાર્ક સોસાયટીમાં રહેતા આસિફખાન આરીફખાન પઠાણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અક્ષર ચોક રિલાયન્સ મોલ, ડિજિટલ દુકાનમાં પિતાજી ગુજરાત રિફાઇનરીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.

 કેનેડામાં નોકરી કરવા જવા અંગે વિઝીટર વિઝા અને વર્ક પરમિટ માટે તપાસ કરતા નિઝામપુરા ડીલક્ષ ચાર રસ્તા સ્થિત સાંઈ કન્સલ્ટન્સીના રાજેન્દ્ર શાહ અને રીન્કેશ શાહ આ બાબતે પ્રોસેસ કરતા હોવાની જાણ થઈ હતી. ગયા માર્ચ મહિનામાં રાજેન્દ્ર શાહ અને રીંકેશાનો સંપર્ક કર્યો હતો. બંને જણાએ કેનેડા બાબતે જણાએ રૂપિયા 12 લાખનો ખર્ચ જણાવ્યો હતો. જેમાંથી રૂપિયા 6 લાખ એડવાન્સ માંગ્યા હતા અને બાકીના નાણા કેનેડા મુકામે નોકરી પર લાગી જાઓ ત્યારે પગારમાંથી આપવાની વાત હતી. આ અંગે સંમતિ આપતા લોટરી દ્વારા સ્ટેમ્પ પેપર ઉપર લખાણ પણ કરી આપ્યું હતું. આ અંગે જરૂરી ડોક્યુમેન્ટસ પણ આપ્યા હતા. 

આ અંગે જાણ થઈ હતી કે સાંઈ કન્સલ્ટન્સીના માલિક રાજેન્દ્ર એમ શાહ અને રીન્કેશ બંને જણા નિઝામપુરા સ્થિત કન્સલ્ટન્સીની ઓફિસ બંધ કરી દઈને પોબારા બની ગયા હોવાનું જણાવ્યું હતું.

 જેથી પોલીસે નિઝામપુરા ડીલક્ષ ચાર રસ્તા પાસેના કુણાલ કોમ્પ્લેક્સની ઓફિસ ખાતે તપાસ કરી હતી ત્યારબાદ માલિક રાજેન્દ્ર મનહર શાહ અને રીન્કેશ રાજેન્દ્ર શાહ (404,બી, ક્રિષ્ના એરવીગ, હરણી રીંગરોડ) સહિત બંને ભેજા બાજ પિતા પુત્રની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW