29/02/2024

સુરતનું ડ્રીમ પ્રોજેક્ટ એવા ડુમસ સી ફેઈઝનું રવિવારે ખાત મુર્હુત કરાશે

0

Updated: Dec 22nd, 2023


– ડુમસ દરિયા કિનારાને અદ્યતન પર્યટન સ્થળ તરીકે ઇકો ટુરિઝમ પાર્કનું આયોજન

– એમ્યુઝમેન્ટ અને ઈકો ટુરીઝમ પાર્કના આ પ્રોજેકટને 4 ઝોનમાં વહેચવામાં આવ્યા છે.

સુરત,તા.22 ડિસેમ્બર 2023, શુક્રવાર 

સુરત શહેરના તથા દેશ વિદેશના સહેલાણીઓ માટે અતિપ્રિય મનોરંજન અને આકર્ષિત તેમજ કુદરતનું એકદમ નજીકથી સાનિધ્ય અનુભવી શકાય તેવુ અતિ નયનરમ્ય પ્રાકૃતિક થીમ પાર્ક/ઇકો ટુરિઝમ પાર્ક તૈયાર કરી તેનો બાળકો તેમજ વયસ્કો સુધીના તમામ વયના લોકો મનોરંજનનો લાભ લઈ શકે તે હેતુસર ડુમસ દરિયા કિનારાને અદ્યતન પર્યટન સ્થળ તરીકે ઇકો ટુરિઝમ પાર્કનું આયોજન કરાયું છે. તેનું ખાત મુર્હૂત આગામી રવિવારે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત સ્મીમેર હોસ્પીટલના વિસ્તૃતિકરણનું આયોજન કરવામાં આવ્યું છે. તેનું ખાતમુર્હુત પણ રવિવારે કરવામાં આવશે.

સુરતના હરવા ફરવાનું સુરતીઓના માનીતું એવા ડુમસ ડેવલપ કરવા માટે લાંબા સમયથી આયોજન થતું હતું. પરંતુ આ પ્રોજેક્ટ ફાઈલની બહાર આવતો જ ન હતો. જો કે, હાલમાં આ પ્રોજેક્ટ માટે સરકાર સાથે સંકલન થતાં આ પ્રોજેક્ટ ફાઇલમાંથી બહાર આવ્યો છે. આગામી રવિવારે આ પ્રોજેક્ટનું ખાતમુર્હુત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવે તેવી શક્યતા છે. 

આ પ્રોજેક્ટમાં આધુનિક એમ્યુઝમેન્ટ અને ઇકો ટુરિઝમ પાર્ક આ પ્રોજેકટને 4 ઝોનમાં વહેચવામાં આવ્યા છે. જેમાં ઝોન-1 અર્બન ઝોન, ઝોન-2 પબ્લીક સ્પેસ–ઈકો ઝોન, ઝોન-3 ફોરેસ્ટ-ઈકો ટુરીઝમ અને વેલનેસ ફેસેલીટી અને ઝોન-4 ડુમસ પોર્ટ અને જેટીસનો પુનઃવિકાસ તથા યાચ ઝોનમાં નયનરમ્ય પ્રાકૃતિક થીમ પાર્ક, ઇકો ટુરિઝમ પાર્ક ચારથી પાંચ વર્ષની તબકકાવાર પ્રક્રિયામાં બનાવવાનું આયોજન છે. 

આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓના ભારણને પહોંચી વળવા માટે, NMC (નેશનલ મેડીકલ કમિશન) ની ગાઈડલાઈન અને સ્મીમેર અન્ય ફંકશનલ જરૂરિયાતોને આધીન, સ્મીમેર કેમ્પસ ખાતે અંદાજે 600 બેડની ક્ષમતા ધરાવતો નવો હોસ્પીટલ (ED-1) બ્લોક તથા લેકચર થિયેટર અને વિવિધ ઓ.પી.ડી ધરાવતો નવો એજયુકેશનલ (ED-2) બ્લોક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજે્કટનું ખાત મુર્હૂત રાજ્ય સરકારના મંત્રી કનુ દેસાઈના હસ્તે રવિવારે કરવામાં આવે તેવું આયોજન થઈ રહ્યું છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW