જેટકો દ્વારા પોલ ટેસ્ટ ફરી લેવાય પણ ઉમેદવારો લેખિત પરીક્ષા ફરી નહીં આપે તેવી ફોર્મ્યુલા પર વિચારણાઃ યુવરાજસિંહ જાડેજા

0

Updated: Dec 22nd, 2023

વડોદરા,તા.22 ડિસેમ્બર 2023,ગુરુવાર

ગેરરીતિના કારણે જેટકોની ભરતી પ્રક્રિયા રદ કરવાના અને ફરી પરીક્ષા લેવાના નિર્ણય સામે વડોદરામાં જેટકો ઓફિસ સામે ઉમેદવારો સતત બીજા દિવસે ધરણા કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહ અને જેટકોના એમડી વચ્ચે કેટલાક ઉમેદવારોની હાજરીમાં બેઠક યોજાઈ હતી.

આ બેઠક પૂર્ણ થયા બાદ યુવરાજસિંહે કહ્યુ હતુ કે, જેટકોના એમડી અને અધિકારીઓ ફરી પરીક્ષા લેવાના નિર્ણય પર વળગી રહ્યા છે. જેની સામે અમે એક વિકલ્પ રજૂ કર્યો હતો. ઉમેદવારો ફરી પોલ ટેસ્ટ આપવા તૈયાર છે પણ લેખિત પરીક્ષા તો કોઈ પણ સંજોગોમાં ફરી નહીં આપે. આ વિકલ્પ પર વિચારણા કરવાની એમડી દ્વારા ખાતરી આપવામાં આવી છે. જોકે તેના માટે પણ તેમણે સમય માંગ્યો છે. આ બાબતે જોકે કોઈ જાતની લેખિત ખાતરી અમને આપવામાં આવી નથી.

યુવરાજસિંહે કહ્યુ હતુ કે, હાલના તબક્કે આંદોલન ચાલુ જ છે. આંદોલન કેવી રીતે આગળ ચાલુ રાખવુ તેનો નિર્ણય પણ વિદ્યાર્થીઓ સાથે વિચારણા કરીને લેવામાં આવશે. કાયદાકીય વિકલ્પ પર પણ વિચારણા કરવામાં આવશે.સાથે સાથે વડોદરામાં આજે મુખ્યમંત્રી આવવાના છે તો કેટલાક ઉમેદવારો તેમની સમક્ષ પણ રજૂઆત કરશે. ગૃહ મંત્રી અને ઉર્જા મંત્રી સમક્ષ પણ ઉમેદવારો આવતીકાલે રજૂઆત કરવાના છે.

ઉલ્લેખનીય છે કે, જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી માટે લેવાયેલા પોલ ટેસ્ટમાં ગેરરીતિ થઈ હોવાની વિગતો પ્રકાશમાં આવ્યા બાદ જેટકો દ્વારા ભરતી પ્રક્રિયા જ રદ કરી દેવાની જાહેરાત બાદ ભારે વિવાદ સર્જાયો છે.

Loading

Print Friendly, PDF & Email

ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW