02/03/2024

ઇમીગ્રેશન કંપની ખોલવાની લાલચમાં લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો

0

વેપારી અને તેમના વકીલ પુત્રને ઇમીગ્રેશનના સંચાલકે છેતર્યા

લૉ ગાર્ડન પાસે આવેલા વિની ઇમીગ્રેશનના કર્મચારી સામે નવરંગપુરા પોલીસે ગુનો નોંધ્યોઃ કેનેડાના પીઆરના નામે પણ લાખો રૂપિયા પડાવ્યાનો આરોપ

Updated: Dec 22nd, 2023

અમદાવાદ,
શુક્રવાર

શહેરના નવરંગપુરા લા ગાર્ડન પાસે આવેલી એક ઇમીગ્રેશન કંપનીના
સંચાલકે મણિનગરમાં રહેતા યુવક અને તેની પત્નીને કેનેડાના પીઆર અપાવવાનું કહીને લાખો
રૂપિયા પડાવી લીધા બાદ રજીસ્ટ્રર્ડ ઇમીગ્રેશન કંપની શરૂ કરવામાં મદદ કરવાના બહાને પણ
નાણાં લઇને કુલ ૫૮ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જે અંગે નવરંગપુરા પોલીસે વિની
ઇમીગ્રેશન કંપનીના મહિલા કર્મચારી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
 શહેરના બાપુનગરમાં  કૈલાશ
પાર્ક સોસાયટીમાં રહેતા મહેશભાઇ પટેલ રખીયાલમાં લોંખડના લે વેચનો વ્યવસાય કરે છે. તેમની
દીકરી કેનેડા ખાતે રહે છે. જ્યારે તેમનો પુત્ર સર્જન વકીલાતનો વ્યવસાય કરે છે. જો કે
તેને પત્ની સાથે કેનેડા ે જવાની યોજના હોવાથી તે ગત નવેમ્બર ૨૦૨૨માં તે લૉ ગાર્ડન પાસે
આવેલી વિની ઇમીગ્રેશનની ઓફિસમાં સંપર્ક કર્યો ત્યારે ત્યાં કામ કરતા મહિલા કર્મચારી
હેતલ ત્રિવેદી (રહે.પાર્થ સારથી ટાવર
થલતેજ)નો સંપર્ક કર્યો હતો. જેમાં સાડા પાંચ લાખમાં બનેને કેનેડામાં
પીઆર વિઝાની ખાતરી આપી હતી. જો કે વિવિધ પ્રોસેસ ફીના નામે  હેતલ ત્રિવેદીએ સાડા લાખ રૂપિયાની રકમ લઇને લીધા
બાદ પણ કેનેડા મોકલવાની કામગીરી કરી નહોતી. 
આ દરમિયાન મહેશભાઇનેે જ પોતાની રજીસ્ટ્રર્ડ ઇમીગ્રેશન કંપની શરૂ કરવાનો વિચાર
આવ્યો હતો. જે અંગે તેમના દીકરા સર્જને હેતલ ત્રિવેદીને વાત કરી હતી. જેથી હેતલે તેમને
ઇમીગ્રેશન કંપની શરૂ કરવાની ખાતરી હતી. જે માટે તેણે બિઝનેસ પ્રોજેક્ટ
, અમેરિકા, કેનેડા, ઇંગ્લેડ અને દુબઇ
જેવા દેશોના ઇમીગ્રેશન લાયસન્સ સહિતની કામગીરીના નામે ૩૨ લાખ જેટલી માતબર રકમ પડાવી
લીધી હતી. તે પછી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે હેતલ ત્રિવેદીએ સર્જન પટેલ અને અન્ય
લોકો સાથે આ મોડ્સ ઓપરેન્ડીથી કુલ રૂપિયા ૫૮ લાખની છેતરપિંડી કરી હતી.  આ અંગે નવરંગપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં
આ કૌભાંડની રકમમાં વધારો થઇ શકે છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW