02/03/2024

વડોદરામાં પોક્સોના ગુનામાં જામીન મળતા ઘરે આવેલા યુવક પર ચાર શખ્સનો હુમલો

0

Updated: Dec 20th, 2023

વડોદરા,તા.20 ડિસેમ્બર 2023,બુધવાર

પોક્સોના ગુનામાં સજા કાપ્યા બાદ જામીન મળતા યુવક તેના ઘરે પરત આવ્યો હતો. ત્યારે તેના ચાર જેટલા શખ્સોએ તેની માતાને તુએ તારા દીકરાને ઘરે આવવા કેમ દીધો તેમ કહી માર માર્યો હતો. પોલીસ ફરિયાદ કરશો તમારા ટાટિયા તોડી નાખીશુ તેવી ધમકી આપી હતી. જેથી મહિલાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

શહેરના વાઘોડિયા રોડ પર આવેલા સંતરામ નગર સોસાયટીમાં રહેતા કમલબેન ભીમરાવ જાધવે પોલીસ ફરીયાદ નોધાવી છે કે મારા પતિ વર્ષ 2022માં મરણ પામ્યા છે, ચાર સંતાન પૈકી મારા દીકરા અશોક ઉર્ફે જીતુ ભીમરાવ જાધવ ઉપર વાઘોડીયા પોલીસ સ્ટેશનમાં દીપક રમણ વાસફોડએ પોક્સોનો કેસ કર્યો હતો અને તેમાં મારા દીકરાને પોલીસે અટક કરતા વડોદરા જેલમાં મોકલી આપવા કોર્ટે હુકમ કર્યો હતો. ગત ઓગસ્ટ મહિનામાં મારા દીકરાને જામીન મળતા મારા દીકરાને અમે અમદાવાદ ખાતે મારી દીકરી રેશમાબેનના ઘરે મોકલી આપ્યો હતો. અને 23 નવેમ્બરના રોજ મારો દીકરો વડોદરા મારા બનેવી નલીન્દ્ર પીતાંમ્બર વાઘ તેને ઘરે લઈને આવ્યા હતા. તેઓ મારા દીકરાને મુકીને જતા રહ્યા હતા. ત્યારબાદ આશરે સાડા ચારેક વાગ્યાના સુમારે દીપકભાઈ રમણભાઇ વાસફોડના સગા વિશાલ મારવાડી તેના મિત્રો દીપક ઉર્ફે દીપુ ગોપાલભાઈ સરાણીયા તથા ગોપાલભાઈ મોહનભાઇ સરાણીયા સાથે આવ્યા હતા અને તે તારા છોકરાને ઘરમાં કેમ આવવા દીધો અમે તેને પાછો જેલમાં પુરાવી દેશુ તેમ કહી મારા દીકરા અશોક ઉર્ફે જીતુને ગમે તેમ ગંદી ગાળો આપવા લાગેલ અને દીપક ઉર્ફે દીપુ એ મારા દીકરા અશોક ઉર્ફે જીતુને પકડી રાખેલ અને વિશાલ અને ગોપાલએ ગડદા પાટુનો માર માર્યો હતો. જેથી મેં પોલીસ કંટ્રોલ રૂમમા ફોન કરતા પોલીસની ગાડી આવી હતી. પરંતુ જે તે વખતે અમોને હરીશ અમૃત સરાણીયએ તમે ફરીયાદ કરશો તો ટાટીયા તોડી નાખીશ તેવી ધમકી આપતા ફરીયાદ કરેલ ન હતી. અને મારા દીકરાને અમદાવાદ મારી દીકરી રેશ્માબેનનાઓ પાસે મોકલી આપ્યો હતો.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW