02/03/2024

ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ મહિલાના આત્મહત્યાના પ્રયાસ મામલે વધુ એક ગુનો દાખલ

0

જોધપુરની હાઇકોર્ટમાં મહિલાના આત્મહત્યાના પ્રયાસનો મામલે જોધપુર સીટી પોલીસે ગુનો નોંધ્યો

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને મહેશ નામના વ્યક્તિ સામે ગુનો નોંધાયો

Updated: Dec 20th, 2023


Minor Girl Molestation Case : અમદાવાદમાં રહેતી મહિલાની સગીરા દીકરી સાથે શારિરીક છેડછાડ મામલે જોધપુર હાઇકોર્ટમાં મહિલાએ ઉંઘની ગોળી પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે જોધપુર સીટી પોલીસે પ્રાતિંજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને પોક્સો કેસના અન્ય આરોપી મહેશ સામે ગુનો નોંધ્યો છે. સાથેસાથે પુરાવા રુપે મહિલાએ લખેલી ચિઠ્ઠી પણ લખી છે. આમ બંને રાજસ્થાનમાં વધુ એક ગુનો નોંધાયો છે. 

અમદાવાદમાં રહેતી મહિલા વર્ષ 2020માં તેની પુત્રીને લઇને ગજેન્દ્રસિંહ પરમાર અને મહેશ નામના વ્યક્તિ સાથે કારમાં જેસલમેર ફરવા જઇ રહ્યા હતા. ત્યારે આબુ રોડ પર પહોંચતા મહિલાની સગીર વયની દીકરી સાથે ગજેન્દ્રસિંહ અને અન્ય લોકોએ છેડતી કરી હતી. જે અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. જો કે ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ પર રોક લાગતા મહિલાએ આ મામલે જોધપુર હાઇકોર્ટમાં ન્યાય માટે દાદ માંગી હતી. આ કેસમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર રાજકીય દબાણ કરવાની સાથે ધમકી આપતા હતા. જેથી તેમની ધરપકડ કરવા માટે અરજી કરી હતી. જો કે હાઇકોર્ટમાં સતત તારીખ પડતી હોવાથી મહિલા કંટાળી હતી અને તે બે દિવસ પહેલા કોર્ટ પરિસરમાં જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે મંગળવારે જોધપુર સીટી પોલીસ મથકે આઇપીસી અને એટ્રોસીટી એક્ટ હેઠળ  ગુનો નોંધાયો હતો. જેમાં  ગજેન્દ્રસિંહ પરમારનો પુત્ર  ઉદયસિંહ અને મહેશ પટેલનો પુત્ર અમીચંદ જાતિ વિષયક શબ્દો કહીને ધમકી આપતા હોવાનો આક્ષેપ કરાયો છે.

શું છે સમગ્ર મામલો?

અમદાવાદમાં રહેતી મહિલા ગત નવેમ્બર ૨૦૨૦માં તેની દીકરી સાથે પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને અન્ય વ્યક્તિ સાથે  કારમાં  જૈસલમેર ફરવા માટે જઇ રહી હતી. ત્યારે મહિલાની સગીર દીકરી સાથે ગજેન્દ્રસિંહ પરમાર અને અન્ય બે વ્યક્તિઓએ શારિરીક છેડછાડ કરી હતી. જે બાબતને લઇને તકરાર થતા તે અમદાવાદ પરત આવી ગઇ હતી.જે અંગે અમદાવાદ પોલીસમાં ગજેન્દ્રસિંહ પરમાર અને અન્ય આરોપીઓ સામે કોઇ કાર્યવાહી ન થતા મહિલાએ તે સમયે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. અને શિરોહી કોર્ટમાં પોક્સોની ફરિયાદ માટેની અરજી દાખલ થતા ગુનો નોંધાયો હતો.

સાથેસાથે ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ પર સ્ટે ઓર્ડર આપ્યો ગતો.  તે પછી કેસની તપાસની કાર્યવાહીમાં પણ રાજકીય દબાણની સાથે મહિલાને ધમકી આપવામાં આવી હતી. જેથી આ અંગે જોધપુર હાઇકોર્ટમાં ધરપકડ પરનો સ્ટે ઓર્ડર હટાવી લેવા માટે અરજી કરવામાં આવી હતી. જો કે આ મહિલાનો આક્ષેપ છે કે કોર્ટમાં રાજકીય દબાણને કારણે તેમના કેસનો નંબર આવતો નહોતો અને સતત નવી તારીખો જ આપવામાં આવતી હતી. જેથી કંટાળીને આજે જોધપુર કોર્ટમાં મુદ્ત હતી ત્યારે તેણે કોર્ટ પરિસરમાં જ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

જો કે તેને સારવાર માટે જોધપુરની સરકારી હોસ્પિટલમાં લઇ જઇને સમયસર સારવાર મળતા જીવ બચ્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા મહિલાએ જજને સંબોધીને એક ચિઠ્ઠી લખી હતી. જેમાં ગજેન્દ્રસિંહ પરમાર સામે આરોપ મુકવાની સાથે હાઇકોર્ટ પાસે ન્યાયની માંગણી કરી હતી. આ સાથે તેનું નિવેદન નોંધીને ચિઠ્ઠા પણ તપાસ માટે જમા લીધી છે. ત્યારે હવે રાજસ્થાનમાં વધુ એક ગુનો ધારાસભ્ય વિરૂદ્ધ નોંધાયો છે. 

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW