02/03/2024

નિમેટા WTPનું યોગ્ય રીતે મેન્ટેનન્સ નહીં કરનાર વાટેક વાબેગ કંપનીને 70 વખત નોટિસ : બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત અભરાઈ પર ચડાવી દીધી

0

Updated: Dec 20th, 2023

વડોદરા,તા.20 ડિસેમ્બર 2023,બુધવાર

સ્થાયી સમિતિએ જે રીતે વેલજી રત્ન સોરઠીયાને 30થી વધુ વખત નોટિસ આપ્યા બાદ બ્લેકલિસ્ટ કરવાને બદલે તેને પાણીની લાઈન અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું કામ ફરીથી પધરાવી દેવામાં આવ્યું છે. ત્યારે નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મેન્ટેનન્સનું કામ કરનાર વાટેક વાબેગ કંપની યોગ્ય રીતે મેન્ટેનન્સનું કામ કરતી નથી જેને કારણે પૂર્વ વિસ્તારમાં લોકોને ગંદુ પાણી પીવાનો વારો આવે છે તેને ધ્યાનમાં રાખી પાણી પુરવઠા વિભાગે 70 થી વધુ વખત નોટિસો આપી છે. અને તેને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે. છતાં પણ તેને બ્લેકલિસ્ટ કરવામાં આવતો નથી અને દરખાસ્ત અભરાઈ પર ચડાવી દેવામાં આવી છે. ગઈકાલે વડોદરા કોર્પોરેશનની મળેલી સમગ્ર સભામાં વોર્ડ નંબર એકના કોંગ્રેસ કોર્પોરેટર જહા ભરવાડે રજૂઆત કરતા આ મુજબ જણાવ્યું હતું.

કોંગ્રેસના કાઉન્સિલરે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી વાસ મારતા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મેં અને અધિકારીએ તપાસ કરી તો આ પાણી ડ્રેનેજ મિશ્રિત જણાતું નથી. જે રીતે નદીમાંથી સીધું પાણી પીએ તો જેવી વાસ આવે તેવી દુર્ગંધ પાણીમાં આવી રહી છે. પાણીમાં જે ક્લોરીનની વાસ હોય તે જરા પણ અનુભવાતી નથી. પાણી ઉકાળીને પીએ તો પણ તેમાંથી વાસ જતી નથી. આ પરિસ્થિતિમાં વિતરણ થતાં પાણીનું યોગ્ય પરીક્ષણ થવું લોકહિતમાં જરૂરી છે. આ અંગે મેં પાણી પુરવઠા અધિકારીઓને પણ જાણ કરી છે પરંતુ તેઓ કહે છે કે, અમે બધા ટેસ્ટ કરાવ્યા છે અને પાણી પીવાલાયક છે, તો પછી પાણીમાં દુર્ગંધ કેમ આવી રહી છે? આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, અમારા વિસ્તારમાં કેટલીક જગ્યાએ વરસાદી લાઈનમાં ડ્રેનેજના સીધી લાઇન જોડી દેવામાં આવી છે. પાલિકાનું નાઈટ સેલ્ટર છે અને રોશનપાર્ક નગર ખાતે વરસાદી લાઈનમાં ગટરની લાઈન નાખી દેતા કેટલીકવાર તે ઉભરાતી હોય છે. આવા લોકોના કનેક્શન કાપી કાઢવા મારું સૂચન છે. એકતા નગરથી છાણી ટીપી 13 જવાના માર્ગ પર વરસાદી લાઈન આવેલી છે. ત્યાં ખૂબ જ દુર્ગંધ મારે છે. લાઈન પાસે ઊભું રહેવાતું પણ નથી અને સાંજના સમયે ખૂબ મચ્છર હોય છે. તેથી આ લાઇન ચેક કરાવી જોઈએ. નવાયાર્ડ બ્રિજ પર આડેધડ ભારદારી વાહનો પસાર થતા હોય છે અને ટીપી 13 ફાયર બ્રિગેડ પાસે કોઈ સ્પીડ બ્રેકર નથી. એના કારણે અહીં ઘણીવાર અકસ્માતની દુર્ઘટના થઈ છે. કોઈ મોટી જાનહાની થાય તે અગાઉ અહીં સ્પીડ બ્રેકર મુકાવવો જરૂરી બન્યો છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW