01/03/2024

ગુજરાતમાં અખાદ્ય ખોરાક વેચનારા સામે નિષ્ક્રિયતા, 3 વર્ષમાં 4506 કેસ, માત્ર 168માં કાર્યવાહી

0

ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના અનેક કિસ્સા છતાં કડક કાયદાના અભાવે કસૂરવારો છટકી જાય છે

Updated: Dec 20th, 2023

અમદાવાદ, બુધવાર

Inedible Food Sellers Cases In Gujarat : ગુજરાતમાં વાસી ખોરાક, બનાવટી ખાદ્ય પકડાવવાના કેસ અવાર-નવાર સામે આવે છે. પરંતુ તેની સામે નક્કર પગલા લેવામાં નિષ્ક્રિયતા જોવા મળે છે. ગુજરાતમાં અખાદ્ય ખોરાક મામલે છેલ્લા 3 વર્ષમાં  4506માં જ સિવિલ કેસ દાખલ થયેલા છે અને તેમાંથી માત્ર 168માં જ ગુનો દાખલ  થયો છે.  

ફૂડ સેમ્પલ લીધા બાદ તેનું પરિણામ મહિનાઓ બાદ આવે છે

અખાદ્ય પદાર્થોથી ફૂડ પોઇઝનિંગ, ઝાડા-ઉલ્ટીના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. જોકે, આ પ્રકારનું ફૂડ ઈન્સ્પેક્શન નિયમિત રીતે થવું જોઇએ અને તેનું પરિણામ 48 કલાકમાં આવી જાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાવી જોઇએ. પરંતુ ગુજરાતમાં તેનાથી વિપરિત સ્થિતિ છે. ફૂડ સેમ્પલ લીધા બાદ તેનું પરિણામ મહિનાઓ બાદ આવે છે. જેના કારણે તે નિરર્થક પુરવાર થાય છે. વિજયા દશમી, દિવાળી જેવા તહેવારમાં દેખાડા પૂરતું ફૂડ સેમ્પલ લેવાય છે. પરંતુ આ તહેવાર ખાવા લાયક હતી કે કેમ તેનું પરિણામ મહિનાઓ બાદ આવે છે.  આ ઉપરાંત ભેળસેળ કરનારા સામે પણ કડક સજાની જોગવાઇ કરવામાં આવે તે જરૂરી છે. કડક સજા અને નબળા કાયદાને કારણે મોટાભાગના ગુનેગારો આસાનીથી છટકી જતા હોય છે.  

છેલ્લા 3 વર્ષમાં ભેળસેળ કરવા બદલ 136 આરોપી પર ક્રિમિનલ કેસ કરવામાં આવ્યા

વર્ષ 2019-20થી 2021-22 એટલે કે છેલ્લા 3 વર્ષમાં ભેળસેળ કરવા બદલ 136 આરોપી પર ક્રિમિનલ કેસ કરવામાં આવ્યા છે અને માત્ર 29ને સજા કરવામાં આવી છે. કુલ 2104 સિવિલ કેસ આ સમયગાળામાં કરવામાં આવ્યા હતા. આ પૈકી 1428 સામે કેસ પુરવાર થતાં દંડ ફટકારાયો હતો. આમ, ત્રણ વર્ષમાં ક્રિમિનલ-સિવિલ એમ થઇને કુલ 2240 કેસ કરવામાં આવ્યા હતા અને 1467ને દંડ થયો છે.  સરકારના એક અહેવાલમાં સામે આવ્યું છે કે ગુજરાતમાં વર્ષ 2018-19માં 9884 સેમ્પલનું વિશ્લેષણ કરાયું હતું અને તેમાંથી 822 સેમ્પલ્સમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. આ પૈકી 22 ક્રિમિનલ 353માં સિવિલ કેસ થયા હતા. 237 કિસ્સામાં દંડ અને 22 દોષિતોને સજા કરવામાં આવી હતી. 2022-23માં 14562 સેમ્પલ લેવાયા હતા અને તેમાંથી 978માં કોઇ પરિણામમાં નહોતું અવાયું. આ સિવાય 2981માં સિવિલ કેસ જ્યારે 48માં ક્રિમિનલ કેસ કરાયા હતા. 

ગુજરાતમાં 3 વર્ષમાં લેવાયેલા ફૂડ સેમ્પલ અને કસૂરવાર સામે પગલાં

વર્ષ       સેમ્પલ        સિવિલ કેસ    ક્રિમિનલ કેસ

2020-21    13,284          899            41

2021-22    13,663          626            79

2022-23    14,562          2,981         48

કુલ       41,509         4,506       168Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW