29/02/2024

વડોદરામાં તોડી પડાયેલી ગેરકાયદે બે દુકાનો ફરી બંધાઈ જતા બુલડોઝર ફેરવાયું

0

Updated: Dec 18th, 2023

વડોદરા,તા.18 ડિસેમ્બર 2023,સોમવાર

વડોદરાના માંજલપુર વિસ્તારની કોતર તલાવડી ખાતે અગાઉ સફાયો કરાયેલા ગેરકાયદે બે દુકાનોનું બાંધકામ ફરીવાર થઈ જતા પાલિકા તંત્ર દ્વારા બંને ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ચારે બાજુએ ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે અને જાહેર રોડ રસ્તા સહિત નાની ગલીઓમાં પણ ઠેર ઠેર લારી ગલ્લા ગોઠવાઈ ગયા છે પરિણામે રોડ રસ્તા સાંકડા થઈ જતા ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે આ ઉપરાંત રસ્તાઓ સાંકડા થવાના કારણે વાહનચાલકોને તકલીફ પડતા વારંવાર તકરારના દ્રશ્યો પણ સર્જાયા કરે છે.

 દરમિયાન માંજલપુર વિસ્તારમાં આવેલી કોતર તલાવડી ખાતે અગાઉ બે દુકાનો ગેરકાયદે બનાવવામાં આવી હતી. આ અંગે તંત્રને ફરિયાદો મળી હતી. પરિણામે સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે આ બંને ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું ત્યારે સ્થાનિક રહીશોના ટોળેટોળા ઘટના સ્થળે પત્ર થયા હતા.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW