02/03/2024

વડોદરામાં જૂની અદાવતે ત્રણ મિત્રોની જાનથી મારી નાખવાની ધમકી

0

Updated: Dec 18th, 2023

image : Freepik

– છાણીના આંબેડકરનગરમાં રહેતા યુવકના ઘરે પાસે ઉભા રહી બુમો પાડતા હતા

વડોદરા,તા.18 ડિસેમ્બર 2023,સોમવાર

વડોદરાના છાણી વિસ્તારમાં આંબેડકરનગરમાં રહેતા યુવક તથા તેના બે મિત્રોને અગાઉના ઝઘડાની અદાવત રાખીને ચાર શખ્સો ઘરે પાસે ઉભી રહીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જેથી માતાએ ચારેય શખ્સો વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. 

શહેરના છાણી વિસ્તારમાં આવેલા આંબેડકર નગરમાં રહેતા  ટીનાબેન અશોકભાઇ  સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આજરોજ 18 ડિસેમ્બરના રોજ અમારા ઘરે હાજર હતા ત્યારે રાત્રીના સાડા બારેક વાગ્યાના સુમારે નિકુંજ ઉર્ફે પપ્પુ, આદી,, આકાશ ઉર્ફે મનીયો, જોય, (તમામ રહે, રામવાડી નવાયાર્ડ વડોદરા) મારા છોકરા તથા તેના મિત્ર મહેશ મગનભાઈ સોલંકી તથા સુનીલ સંજયભાઈ સોલંકી સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી અમારા ઘરે આવ્યા હતા. મારા છોકરા રાહુલનુ નામ લઈ રાહુલ બહાર નિકળ તેમ કહી બુમાબુમ કરી અને  ગાળો આપવા લાગ્યા હતા..રાહુલ તુ બહાર નિકળ તને તથા તારા મિત્ર મહેશ સોલંકી તથા સુનીલ સોલંકીને મારી નાખીશ તેવી ઘમકી આપી હતી. જેથી આજુબાજુમાં રહેતા લોકો આવી જતા અમે અમારા ઘરની બહાર નિકળ્યા હતા. જેથી ગાળો બોલનાર છોકરાઓ અમારા ઘર આગળથી તેઓની મોટ૨ સાઇકલ લઇને બહારથી ભાગી ગયા હતા. જેથી ફતેગંજ પોલીસે માતાની ફરિયાદના આધારે પોતાના પુત્ર તથા તેમના મિત્રો જાનથી મારીના નાખવાની ધમકી આપનાર શખ્સોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW