02/03/2024

લોકોને વહેલી તકે ન્યાય મળે તે માટે રાજ્યમાં ચાર ઝોનમાં હાઇકોર્ટ શરૂ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

0

Updated: Dec 18th, 2023

વડોદરા,તા.18 ડિસેમ્બર 2023,સોમવાર

ગુજરાત રાજ્યમાં હાઇકોર્ટ ચાર ઝોનમાં શરૂ કરી ગુજરાતનાં પ્રજાજનો, ફરિયાદીઓ, આરોપીઓને વહેલો ન્યાય મળે તેવું આયોજન કરવા સામાજિક કાર્યકર અરવિંદભાઈ સિંધાએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરી છે. 

આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં છેલ્લા 10 વર્ષ થી વધુ સમયથી ગુજરાતની પ્રજા, ફરિયાદીઓ, આરોપીઓ અને સામાજિક કાર્યકર મિત્રોને ઝડપી ન્યાય મેળવવામાં ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે અને ઝડપી ન્યાય મળી નથી રહ્યો. ગુજરાત હાઈકોર્ટમાં કોર્ટ વધારવા છતાં દરેક કોર્ટમાં બોર્ડ પર 150 થી 250 કેસના નબર જાહેર કરી સુનાવણીમાં રાખવામાં આવે છે. પરંતુ ખરી રીતે દરેક કોર્ટમાં 50 થી વધુ કેસની સુનાવણી થતી નથી તેથી અન્ય ફરિયાદી આરોપીઓ અને જનહિતમાં અરજી કરતા સામાજિક કાર્યકરને ન્યાય મળવામાં વિલંબ થઈ રહ્યો છે અને ફોજદારી ફરિયાદોમાં તો આરોપીઓને એક બે વર્ષ વધુ જેલમાં રહેવું પડે છે ત્યારબાદ નિર્દોષ છૂટી જાય છે તેથી તેઓનું ભવિષ્ય બરબાદ થઈ જાય છે. અને ન્યાય મળતો નથી. કેટલાય ખેડૂત જમીનદારોને મરણ થઈ ગયા પછી ન્યાય મળી રહ્યો છે તેના લીધે મારામારી, કુટુંબો વિખરાઈ જવાના કેસો વધી ગયા છે. તેમજ

અમારા દ્વારા પાલિકા અને સરકારને જમીન વેચાણ થી કરોડો રૂપિયાનો ફાયદો થાય તે હેતુ થી જનહિતમાં પી.આઇ.એલ WPIL 118/18 દાખલ  કરી છે તેમાં વર્ષ 2020 પછી કોઈ તારીખ આજદિન 18/12/23 સુધી આપી નથી. તેથી બિલ્ડર દ્વારા બાંધકામ પૂરું કરી દુકાનોનું વેચાણ કરી દેવાયુ. તેથી જનહિત ની અરજી નો કોઈ મતલબ રહ્યો નથી. તેમજ અન્ય અમારા ગ્રુપના કેસોમાં 150 થી વધુ નંબરે તારીખ આવતી હોવાથી સુનાવણી થતી નથી.

આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત હાઈકોર્ટમાં દરેક કોર્ટમાં તમામ જિલ્લાના કેસોમાં થી દરેક દિવસે 200 થી વધુ કેસોનું ભારણ હોવાથી ચાર ઝોન અમદાવાદ, ભરૂચ, રાજકોટ, વડોદરામાં હાઈકોર્ટનું આયોજન કરવામાં આવે તે જરૂરી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW