કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામમાં રહેતી 19 વર્ષીય યુવતીનો ઝેરી દવા પી લઈ આપઘાત

0

Updated: Dec 15th, 2023


Image Source: Freepik

પિતાએ મોબાઈલ ફોન વાપરવાની ના પાડી દેતાં મનમાં લાગી આવવાથી ઝેરી દવા પી લઇ મોતની સોડ તાણી

જામનગર, તા. 15 ડિસેમ્બર 2023 શુક્રવાર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામમાં રહેતી ૧૯ વર્ષની યુવતીએ પોતાના ઘેર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. પિતાએ મોબાઈલ ફોન વાપરવાની ના પાડતાં માઠું લાગવાથી આ પગલું ભર્યાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામમાં રહેતી મોનિકાબેન અશોકભાઈ ચાવડા નામની ૧૯ વર્ષીય અપરણીત યુવતીએ ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબો દ્વારા તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા અશોકભાઈ મૂળજીભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પૂછપરછ દરમિયાન તેણીના પિતા અશોકભાઈએ મોબાઇલ ફોન વાપરવાની ના પાડી હતી, જેથી તેણીને મનમાં લાગી આવતાં આવેશમાં આવી જઈ ઝેર પી લઇ આપઘાત કરી લીધો છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

Loading

Print Friendly, PDF & Email

ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW