02/03/2024

વડોદરા: નવાપુરા જૂની એસએસસી ઓફિસ પાસેના ખંડેર મકાનમાંથી મૃતદેહ મળી આવ્યો

0

Updated: Dec 12th, 2023

Image Source: Twitter

વડોદરા, તા. 12 ડિસેમ્બર 2023, મંગળવાર

નવાપુરા વિસ્તારમાં જૂની એસએસસી બોર્ડની ઓફિસ પાસે ખંડેરમાં મકાનમાંથી એક વ્યક્તિ મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. જો કે આ મૃતદેહ ભિક્ષુકનો હોવાનું વિસ્તારમાં જાણવા મળ્યું છે.નવાપુરા પોલીસ અને સ્થાનિક કોર્પોરેટર ઘટના સ્થળ પર પહોચી ગયા હતા. પોલીસે મોતનું કારણ જાણવા માટે મૃતદેહની પીએમ કરાવવની તજવીજ હાથ ધરી છે. 

નવાપુરા  વિસ્તારમાં આવેલી  SSC બોર્ડ ની જુની ઓફીસ પાસે ખંડેર મકાનમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જેના મૃતદેહ મળવાના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અજાણી લાશ અંગેની માહિતી મળતાની સાથે નવાપુુરા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી, જ્યારે સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ કાકા પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. વિસ્તારમાંથી જાણવા મળ્યા મુજબ આ મૃતદેહ ભિક્ષુક નો હોવાની પ્રાથમિક માહિતી છે. આ ભિક્ષુક આ વિસ્તારમાં ઘરે ઘરે ભીખ માંગીના પોતાનું જીવન પસારસ કરતો હતો. જોકે ભુખમરા, કોઇ બીમારી કે પછી ઠંડીમાં ઠુઠવાના કારણે મોત નિપજ્યું હોવાની અનુમાન લગાવાઇ રહ્યું છે. જોકે પોલીસ દ્વારા કયા કારણોસર મોત થયું છે તેનું ચોક્કસ કારણ જાણવા માટે પીએમ કરવાની તજવીજ હાથ ધરાઇ છે, જોકે મૃતદેહ પાસેથી કોઇ ચોક્કસ આધાર પુરાવા મળી આવ્યા ન હોય તેની ઓખળ છતી થઇ નથી.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW