29/02/2024

વડોદરામાં ભાડાના મકાનમાં ચાલતી સ્કૂલ ખાલી કરાવી દેવા માટે ધમકી

0

Updated: Dec 12th, 2023


– બિલ કલાલી રોડ પર ભાડાના મકાનમાં ચાલતી સ્કૂલ ખાલી કરાવી દેવા માટે મકાન માલિક તથા અન્યએ સ્કૂલ ચલાવતી સંચાલિકાને ધમકી આપી હતી

વડોદરા,તા.12 ડિસેમ્બર 2023,મંગળવાર

વડોદરામાં આવેલા બિલ કલાલી રોડ પર પુષ્પમ હાઉસમાં રહેતા રામસિંગભાઈ ખુશાલભાઈ સોલંકી માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પત્ની મોનિકાબેન પુષ્પમ હોમ્સમાં ફ્રી ફલાય કિડ્સ નામની સ્કૂલ ચલાવે છે. તેમની સાથે પાર્ટનરશીપમાં પ્રેમચંદ શંકરભાઈ વર્મા (રહે.પુષ્પમ હોમ્સ)હતા. આ મકાન પ્રેમચંદભાઈના સાળા મનીષભાઈ (રહે.મુંબઈ)નું છે. મારા પત્ની મોનિકાબેન સાથે મન દુઃખ થતા ભાગીદાર પ્રેમચંદભાઈએ સ્કૂલમાંથી રાજીનામું આપી દીધું હતું.

ગત આઠમી તારીખે સવારે 9:00 વાગે અમારી સોસાયટીમાં રહેતા કિંજલ કુમાર હસમુખભાઈ મિસ્ત્રીએ મને તથા મારી પત્નીને કહ્યું હતું કે આ સ્કૂલ બંધ કરી દો નહીંતર હું સ્કૂલના ઝાપા પાસે જેસીબી લાવી ખાડો ખોદાવી રસ્તો બંધ કરી નાખીશ. તેઓનું ઉપરાણું લઈને પ્રેમચંદભાઈ શર્માએ પણ અમારી સાથે ઝઘડો કરી કહ્યું હતું કે હમણાં સ્કૂલ ખાલી કરી નાખો. તે બંને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રેમચંદભાઈના શાળા મનીષભાઈ પણ સ્કૂલનું મકાન ખાલી કરવા માટે વોટ્સએપ તેમજ રૂબરૂમાં આવીને ઝઘડો કરી ધમકી આપી હતી.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW