01/03/2024

રિવરફ્રન્ટ ખાતે યોજાતા ફલાવર શોની સાત વર્ષમાં ૫૭ લાખ લોકોએ મુલાકાત લીધી

0

ડીસેમ્બર અંત સુધીમાં તમામ તૈયારી પુરી કરાશે,જાન્યુઆરીમાં ખુલ્લો મુકાશે

Updated: Dec 12th, 2023

     

  અમદાવાદ,સોમવાર,11 ડીસેમ્બર,2023

અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા રિવરફ્રન્ટ ખાતે એલિસબ્રિજથી
સરદારબ્રિજની વચ્ચે ફલાવરશોનું આયોજન કરવામાં આવે છે.સાત વર્ષમાં ૫૭ લાખ લોકોએ
ફલાવરશોની મુલાકાત લીધી હતી.ડીસેમ્બર-૨૦૨૩ અંતસુધીમાં ફલાવરશોને લગતી તમામ તૈયારી
પુરી કરી લેવાશે.જાન્યુઆરીમાં લોકો માટે ફલાવર શો ખુલ્લો  મુકાશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી છેલ્લા એક દાયકાથી રિવરફ્રન્ટ
ખાતે ફલાવરશોનું આયોજન કરવામાં આવે છે.વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા દેશ અને વિદેશથી
મોટી સંખ્યામાં ડેલીગેટસ આવવાના હોવાથી આ વર્ષે ઈન્ટરનેશનલ લેવલનો ફલાવર શો આયોજિત
કરવા તંત્ર તરફથી તૈયારી શરુ કરવામાં આવી છે.આ વખતે ફલાવર શોના આયોજન પાછળકરવામાં
આવતા ખર્ચની રકમ પાંચ કરોડથી પણ વધી જવાની સંભાવના છે.૧૨ વર્ષથી ઉપરની વયના
મુલાકાતીઓ માટે સોમથી શુક્રવાર સુધી ટિકીટનો દર રુપિયા ૫૦ તથા શનિ-રવિવારના રોજ
રુપિયા ૭૫ ટિકીટ દર રાખવામાં આવશે.૮૦૦થી વધુ વિવિધ પ્રકારના પ્લાન્ટેશન
,સ્કલપચર  તથા ફુડ કોર્ટ સહિતના આયોજન પણ ફલાવર શોમાં
જોવા મળશે.

ફલાવરશો પેટે થયેલી આવક-ખર્ચ

વર્ષ    આવક(લાખ)   ખર્ચ(લાખ)     મુલાકાતી(લાખ)

૨૦૧૫  ૪૬.૦૧         ૯૫.૦૫        ૬

૨૦૧૬  ૩૫.૨૫         ૧૨૦.૫૭       ૮

૨૦૧૭  ૭૫.૦૦         ૧૪૦.૦૦       ૯

૨૦૧૮  ૨૦.૮૦         ૧૩૪.૦૦       ૮

૨૦૧૯  ૮૧.૭૪         ૧૪૦.૦૦       ૮

૨૦૨૦  ૨૮૦.૦૦       ૨૭૫.૦૦       ૮

૨૦૨૩  ૩૯૯.૦૦        ૩૪૦.૦૦       ૧૦

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW