02/03/2024

બિપરજોય વાવાઝોડાના અસરગ્રસ્તો માટે ગુજરાતને 338 કરોડની આર્થિક મદદ, કેન્દ્રીય ગૃહમંત્રાલયે આપી મંજૂરી

0

બિપરજોય વાવાઝોડું આ વર્ષે 16 જુને ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થયું હતું

વાવાઝોડામાં ખેતરો, વૃક્ષો, વીજ થાંભલાને મોટાપ્રમાણમાં થયું હતું નુકસાન

Updated: Dec 12th, 2023

અમદાવાદ, તા.12 નવેમ્બર-2023, મંગળવાર

કેન્દ્રીય ગૃહમંત્રાલયે બિપરજોય વાવાઝોડાના સરગ્રસ્તો માટે ગુજરાત સરકારે 338.24 કરોડ રૂપિયાની આર્થિક સહાયને મંજૂરી આપી દીધી છે. અગાઉ રાજ્ય સરકારને SDRF હેઠળ રૂપિયા 584 કરોડ ચૂકવાયા હતા. બિપરજોય વાવાઝોડું આ વર્ષે 16 જુને ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થયું હતું. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 140 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો, જેના કારણે ખેડૂતોના પાક, વૃક્ષો, વીજળીના થાંભલાઓને મોટાપાયે નુકસાન થયું હતું, તો આ વાવાઝોડાના કારણે કેટલાક મકાનો પણ તણાઈ ગયા હતા. 

ગુજરાત સરકારે જુલાઈમાં કચ્છ અને બનાસકાંઠા જિલ્લાઓમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડતો માટે 240 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બિપરજોય વાવાઝોડાથી થયેલ નુકસાન માટે કેન્દ્ર પાસે 700 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી હતી, જોકે 31 જુલાઈ સુધી કોઈપણ સહાય મળી ન હતી.

કેન્દ્ર સરકારે અગાઉ ગુજરાત સહિત 22 રાજ્યોને ફાળવ્યું હતું SDRF ફંડ

કેન્દ્ર સરકારે 12 જુલાઈના રોજ 22 રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) માટે 7532 કરોડ રૂપિયાનું ફંડ જારી કર્યું હતું. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રને સૌથી વધુ 1420.80 કરોડ રૂપિયા જ્યારે ગોવાને એસડીઆરએફ ફંડ માટે માત્ર 4.80 કરોડ રૂપિયા જારી કર્યા હતા. કેન્દ્ર સરકારે SDRF માટે સૌથી વધુ ફંડ મહારાષ્ટ્રને જારી કર્યું હતું. કેન્દ્ર સરકારે એકનાથ શિંદે સરકાર માટે સૌથી વધુ 1420.80 કરોડ રૂપિયા ત્યારબાદ બીજા સ્થાને ઉત્તર પ્રદેશ માટે 812 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. જ્યારે SDRF ફંડ પેટે ગુજરાતને 584 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા હતા.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW