01/03/2024

શાહપુર ઓવર બ્રીજ નીચે ટ્રકે મોપેડને અડફેટે લીધુંઃવૃધ્ધાનું મોત

0

Updated: Dec 10th, 2023


ગાંધીનગર -કોબા હાઇવે ઉપર આવેલા

કુકરવાડા મિરાપુરના વૃધ્ધ દંપતિ સગાઇ પ્રસંગે ચાંદખેડા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ગાંધીનગર :  ગાંધીનગરના હાઇવે ઉપર અકસ્માતોની સંખ્યા દિન પ્રતિ દિન વધી
રહી છે ત્યારે માતેલા સાંઢની જેમ બેફામ દોડતા ટ્રકને કારણે જીવલેણ અકસ્માતો વધ્યા
છે. મોપેડ લઇને પ્રસંગમાં જતા વૃધ્ધ દંપતિને ટ્રકે અડફેટે લીધો હતો જેમાં
ગંભીરરીતે ઘાયલ વધ્ધાનું મોત નિપજ્યું હતું. આ અંગે ઇન્ફોસિટી પોલીસ મથકમાં
ટ્રકચાલક વિરૃધ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ આદરી છે.

ગાંધીનગરના આંતરિક તથા હાઇવે માર્ગો ઉપર જીવલેણ અકસ્માતો
વધ્યા છે. ટ્રાફિકનું ભારણ ઘટે તે માટે બનાવવામાં આવેલા ઓવરબ્રીજ નીચે પણ અકસ્માતો
સર્જાવા લાગ્યા છે મહેસાણા-કુકરવાડાના મિરાપુર ગામના વૃધ્ધ દંપતિને શાહપુર સર્કલ
પાસે ઓવરબ્રીજ નીચે અકસ્માત નડયો હતો.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, મહેસાણા જિલ્લાના કુકરવાડા મિરાપુર ગામે રહેતા ભિખાભાઈ
મનોરભાઇ પટેલ તેમની પત્ની સવિતાબેન ગઈકાલે મોપેડ ઉપર ઘરેથી ચાંદખેડામાં સગાઇના
પ્રસંગે જવો નિકળ્યા હતા તે દરમ્યાન સાંજ અરસામાં શાહપુર સર્કલ નજીક ઓવર બ્રીજ
નીચે ટ્રકના ચાલકે પોતાની ટ્રક બેફામ ગતિએ હંકારીને મોપેડને પાછળથી ટક્કર મારી
હતી.

આ અકસ્માતમાં મોપેડ સવાર બન્ને વૃધ્ધ દંપતિ રોડ ઉપર પટકાયા
હતા.સવિતાબેન બેભાન થઇ ગયા હતા.તો બીજીબાજુ અકસ્માત સર્જનાર ટ્રકચાલક ત્યાંથી ભાગી
ગયો હતો. અકસ્માતને પગલે અહીં લોકો ભેગા થઇ ગયા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ
મારફતે ઘાયલ દંપતિને સારવાર માટે ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં
ટૂંકી સારવાર દરમ્યાન ગંભીર ઘાયલ સવિતાબેનનું મોત નિપજ્યું હતું. આ બાબતે ઇન્ફોસિટી
પોલીસ મથકે ગુનો પણ નોંધાવવામાં આવ્યો છે. 

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW