01/03/2024

પરેડ, રાયફલ-મેડિસીન પીટી, મોબ ડ્રીલ સહિતની પોલીસની ઇવેન્ટનું ડેમોસ્ટ્રેશન

0

Updated: Dec 10th, 2023


ગાંધીનગર જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું

ક્રાઇમ કોન્ફરન્સપર્શનલ ઇન્ટર્વ્યુનોટ રીડીંગઇન્વેસ્ટીગેશનની બાબતોનું પણ નિદર્શનઃનાગરિકોના પ્રશ્નો અંગેે લોકદરબાર

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લા પોલીસનું વર્ષ ૨૦૨૩નું વાર્ષિક ઇન્સ્પેક્શન
આજે યોજાયું હતું જેમાં પોલીસની વિવિધ ઇવેન્ટ તથા મોબ ડ્રીલ સહિતની તપાસની વિવિધ
પધ્ધતી અને પરેડ યોજાઇ હતી. રેન્જ આઇજીની અધ્યક્ષતામાં યોજાયેલા આ વાર્ષિક
ઇન્સ્પેક્શનમાં પોલીસની સતર્કતાનું નિદર્શન થયું હતું. ઘોડા પોલીસથી લઇને પોલીસના
ડોગની ઇન્વેસ્ટીગેશનમાં કામગીરી અંગે નિદર્શન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર જિલ્લા પોલીસના વર્ષ ૨૦૨૩ના વાર્ષિક ઇન્સ્પેક્શનનુ
જિલ્લા પોલીસવડા હેડ ક્વાર્ટર ખાતે રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવની અધ્યક્ષતામાં
આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેરેમેનીલ પરેડ ઉપરાંત સ્ક્વોર્ડ ડ્રીલ પીટી
, રાઇફલ પીટી, ક્લબ પીટી, મેડિસીન પીટી,આર્મ્ડ કોમ્બેટ, કેદી પાર્ટી, બિલ્ડીંગ
ઇન્ટરવેશન
, મોબ
ડ્રીલ
, ડેકોયટી
ઓપરેશન જેવી વિવિધ ઇવેન્ટનું તથા પોલીસ દરબાર
, લોક દરબાર,
ઓફિસર્સ પર્શનલ ઇન્ટર્વ્યુ,
નોટ રીંડીંગ ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે. આ વાર્ષિક ઇન્સ્પેક્શન
દરમ્યાન જિલ્લા એસપી રવિ તેજા વાસમ શેટ્ટી સહિત જિલ્લાના ડીવાયએસપી અને અન્ય પોલીસ
અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમને ગુનાખોરી અટકાવવા માટે જરૃરી સુચનો
રેન્જ આઇજી દ્વારા આપવામાં આવ્યા હતા.

ઇન્સ્પેક્શનમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોબ ડ્રીલ, સ્ક્વોર્ડ ડ્રીલ, આનાર્મ્ડ કોમ્બેટ, ડેકોયટી ઓપરેશન
જેવી વિવિધ ઇવેન્ટનું લાઇવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેનું નિરીક્ષણ
કરવાની સાથે જરૃરી સુચનો રેન્જ આઇજીએ કર્યા હતા નાગરિકોના પ્રશ્નો જાણવા
લોકદરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW