29/02/2024

ત્રણ દિવસથી લાપત્તા વેપારીની ઇજા થયેલી હાલતમાં લાશ મળી

0

Updated: Dec 10th, 2023


અકસ્માતમાં ઇજા થયાનું પોલીસનું અનુમાન

નવાગામ વિસ્તારમાં રહેતા વેપારી ઘર પાસે પાનની કેબીન ધરાવે છેઃ ફોરેન્સીક પી.એમ. બાદ મોતનું કારણ બહાર આવશે

રાજકોટ: રાજકોટની ભાગોળે નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતા વેપારી ત્રણેક દિવસ પહેલા ઘરેથી નીકળ્યા બાદ લાપતા બની ગયા હતા જેની આજે માલીયાસણ નજીકથી મોઢે ઇજા થયેલી હાલતમાં લાશ મળી આવતા કુવાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતા અને ઘર નજીક પાનની કેબીન ચલાવતા ઘનશ્યામભાઇ છગનભાઇ મેર (ઉ.વ. ૩૨) ગઇ તા.૬ના ઘરેથી નીકળ્યા બાદ લાપતા બન્યા હતા. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં કોઇ પત્તો નહીં લાગતા કુવાડવા પોલીસમાં ગુમ થયાની નોંધ કરાવતા તપાસ શરૂ કરાઇ હતી.

બીજી તરફ આજે માલીયાસણ ગામ નજીક નવા રીંગ રોડ પર ખાડામાં અજાણ્યો યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં દેખાતા રાહદારીએ ૧૦૮ને જાણ કરી હતી.

તબીબે યુવાનને મૃતજાહેર કર્યો હતો. જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ જે.એમ. પરમાર સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાગળો કરી મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ સિવિલમાં ખસેડયો હતો. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ કરતાં તે ઘનશ્યામભાઇ મેર (ઉ.વ. ૩૨, રહે. રંગીલા સોસાયટી) હોવાનું ખુલ્યું હતું.

પોલીસે જણાવ્યું કે, મૃતકને મોઢાના ભાગે ઇજા દેખાઇ રહી છે. હાલ અકસ્માતમાં ઇજા થઇ હોવાનું અનુમાન છે. જો કે પીએમ રીપોર્ટ બાદ મોતનું કારણ બહાર આવશે. વેપારીના મોતથી એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW