02/03/2024

ગુજરાતમાં ઠંડીની આગાહી: આગામી પાંચ દિવસ સુધી દિવસનું તાપમાન ઘટશે નહીં, રાત ઠંડી પડશે કડકડતી ઠંડી

0

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ડિસેમ્બરની શરૂઆતમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારબાદ એક સપ્તાહ ઠંડીમાં વધઘટ જોવા મળી હતી. પરંતુ હવે આ માહોલ વિખેરાતાં અને લઘુત્તમ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આગામી પાંચ દિવસ કડકડતી ઠંડીની આગાહી કરાઈ છે. ગઈકાલે નોંધાયેલા તાપમાન અનુસાર, રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર 9.4 ડિગ્રી તાપમાન, અમદાવાદ શહેરનું તાપમાન 17 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી, સુરતમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી પાંચ દિવસ ફુલગુલાબી ઠંડી જોવા મળશે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યુ કે, રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની કોઈ સંભાવના નથી. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરના તાપમાનમાં વધુ ઘટાડો નહિ થાય. 

અંબાલાલે કરી કમોસમી વરસાદ અને ઠંડીની આગાહી

હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી નથી પરંતુ અંબાલાલ પટેલે 15થી 20 ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આ દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠું થશે અને હાડ થીજવતી ઠંડી પડશે. 12 ડિસેમ્બર પછી ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બનશે. જેના લીધે ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. 22 ડિસેમ્બર આસપાસ ઉત્તર પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા થયા બાદ ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, અલનીનોની અસરના કારણે અરબ સાગરમાં લો પ્રેશર બની રહ્યુ છે જેના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. વધુમાં અંબાલાલે કહ્યું કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગોમાં થશે અને ધુમ્મસ આવશે. ગુજરાતમાં પણ તેની વહેલી સવારે અસર જોવા મળશે. હવે ધીમે ધીમે ઠંડીનુ પ્રમાણ વધશે. ઉતર ભારતના પવનની અસર ગુજરાત સુધી થશે. અરબ સાગરમાં 12 અને 13 ડિસેમ્બરના હલચલ જોવા મળશે. આ સાથે 12 અને 13 ડિસેમ્બરના સામાન્ય સિસ્ટમ બની શકે છે. ત્યારે હવે કહી શકાય છે કે ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીના દિવસો આવશે. ઉલ્લેખનીય છે કે 12 અને 13 ડિસેમ્બરે કાતિલ ઠંડીની પણ આગાહી કરાઈ છે. 

આગામી પાંચ દિવસો સુધી તાપમાન ઘટવાની કોઈ શક્યતા નહીં

હવામાન વિભાગના અનુમાન અનુસાર, આગામી પાંચ દિવસો સુધી ઉચ્ચતમ તાપમાનમાં કોઈ ઘટાડો થવાનું અનુમાન નથી. વિભાગના અધિકારીઓના અનુસાર, હિમાલયની તળેટી વાળા શહેરોમાં જરૂર દિવસે થોડું તાપમાન ઘટી શકે છે. પરંતુ પારામાં ખુબ ઝડપથી ઘટાડો નોંધાયો નથી.

પહાડી વિસ્તારોથી લઈને મેદાની વિસ્તારો સુધી ધીરે-ધીરે ઠંડી વધી રહી છે. પરંતુ હજુ પણ દેશના પહાડી શહેરોમાં દિવસે પારો માઈનસમાં નથી પહોંચ્યો. જ્યારે મેદાની વિસ્તારોમાં પણ દિવસે તાપમાનમાં એટલો ઘટાડો નોંધાયો નથી. હવામાન વિભાગના આંકડા અનુસાર, શિમલા, મનાલી, શ્રીનગર અને લેહ જેવા ઉંચાઈ વાળા શહેરોમાં આગામી એક અઠવાડિયા સુધી તાપમાન માઈનસમાં જવાની કોઈ સંભાવના નથી. આખા દેશમાં સૌથી વધુ ઠંડા શહેરી વિસ્તાર લેહ નોંધાયો છે. જ્યારે ગત રાત્રે પારો માઈનસ 11 ડિગ્રી સુધી પહોંચ્યો. હવામાન વિભાગના અનુમાન અનુસાર, પહાડો પર દિવસે પારામાં તેજીમાં ઘટાડો થશે અને પવન ફૂંકાશે તો મેદાની વિસ્તારોમાં દિવસનો પારો ઘટશે.

ઉત્તરભારતમાં પડી રહી છે હાડ થિજવતી ઠંડી

હવામાન વિભાગના અનુમાન અનુસાર, આગામી બેથી ત્રણ દિવસોમાં દેશના ઉત્તર વિસ્તારના મેદાની વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રીના ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. હજુ વધુ પડતા મેદાની વિસ્તારોના શહેરી વિસ્તારોમાં ન્યૂનતમ પારો 10 થી 12 ડિગ્રી સેલ્સિયસની નજીક અટકેલો છે. આગામી કેટલાક દિવસોમાં દિલ્હી NCR, લખનઉં, ભોપાલ, ચંદીગઢ, દેહરાદૂન, લુધિયાણા, જમ્મૂ સહિત પટના જેવા શહેરોમાં રાત્રે ઠંડી વધશે. આ શહેરો અને ઉત્તરના રાજ્યોમાં રાત્રે પારો 7 થી 10 ડિગ્રી વચ્ચે હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે. મેદાની વિસ્તારોના શહેરોમાં દિવસે તાપમાન હજુ પણ 20 થી 24 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે બનેલું છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW