જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ બસ-ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ત્રીપલ અકસ્માત,15 મુસાફરોને ઇજા : બસ ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ

0

Updated: Dec 8th, 2023

જામનગર,તા.8 ડિસેમ્બર 2023,શુક્રવાર

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર વસઈ અને રાવલસર ગામની વચ્ચેના ભાગમાં ગઈકાલે સાંજે ખાનગી લક્ઝરી બસ, ટ્રક અને કાર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બેદરકારી પૂર્વક બસ ચલાવવા અંગે તેના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગર તાલુકાના રાવલસર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા સાજીદભાઈ ઈકબાલભાઈ સુમરાએ ખાનગી લક્ઝરી બસ નંબર જીજે 10- ટી.વાય.0774 ના ચાલક સામે બેદરકારી પૂર્વક બસ ચલાવી અંદર બેઠેલા 15 જેટલા મુસાફરોને ઇજા પહોંચાડવા અંગે સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ખેડૂત પોતાની કાર લઈને રાવલસર ગામ તરફ જઈ રહ્યા હતા, દરમિયાન લક્ઝરીબસના ચાલકે સૌપ્રથમ આગળ જઈ રહેલા એક ટ્રકની પાછળ બસ ને ઘુસાડી દઈ ધડાકા ભેર અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ બસ રોડથી નીચે ઉતરી ગઇ હતી, અને પાછળ આવી રહેલી ફરિયાદીની કાર પણ બસ સાથે ટકરાઈને ડિવાઇડર પર ચડી ગઈ હતી. જેથી તેઓને પણ સામાન્ય ઇજા અને કારમાં નુકસાની થઈ હતી. માર્ગ પર પડેલી લક્ઝરી બસને સિક્કા પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે, જ્યારે તેના ચાલકની અટકાયત કરવા માટેની કાર્યવાહી આરંભી છે.

Loading

Print Friendly, PDF & Email

ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW