01/03/2024

જામનગર : કાલાવડના ઉમરાળા ગામે ખેડૂતને ચાલુ ખેતી કામ દરમિયાન હાર્ટ એટેક આવી જતાં અપમૃત્યુ

0

Updated: Dec 8th, 2023

image : Freepik

જામનગર,તા.8 ડિસેમ્બર 2023,શુક્રવાર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ઉમરાળા ગામમાં રહેતા એક ખેડૂતને ગઈકાલે પોતાની વાડીમાં ચાલુ ખેતી કામ દરમિયાન હાર્ટ એટેક આવી ગયો હતો, અને તેનું મૃત્યુ નીપજયું છે.

 આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ઉમરાળા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રમેશભાઈ નારણભાઈ ભંડેરી (ઉંમર વર્ષ 56) કે જેઓ ગઈકાલે સવારે પોતાની વાડીમાં ખેતી કામ કરી રહ્યા હતા, જે દરમિયાન તેઓને એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો, અને બે શુદ્ધ બન્યા હતા.

 જેથી પરિવારજનો દ્વારા તેઓને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, ત્યાં ફરજ પરના તબીબે તેઓને હાર્ટ એટેક આવી ગયો હોવાથી મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ ઉપેન્દ્રભાઈ નારણભાઈ ભંડેરીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલિસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW