02/03/2024

જામનગરના ગોરધનપર ગામમાં રહેતા ખેડૂત પ્રૌઢ ઉપર સામાન્ય બોલાચાલી બાદ હુમલો: માથામાં 7 ટાંકા લેવા પડ્યા

0

Updated: Dec 8th, 2023

image : Freepik

જામનગર,તા.8 ડિસેમ્બર 2023,શુક્રવાર

જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા એક પ્રૌઢ ઉપર તેજ ગામના એક શખ્સે સામાન્ય બાબતમાં તકરાર કર્યા પછી માથાના ભાગે લોખંડનો પાઇપ ફટકારી દેતાં ગંભીર ઇજા થઈ છે, અને માથામાં 7 ટાંકા લેવા પડ્યા છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. 

જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા આસમાણભાઈ દોસ્તમામદભાઈ ખીરા નામના 58 વર્ષના ખેડૂતે પોતાના માથા ઉપર લોખંડનો પાઇપ ફટકારી  ગંભીર ઇજા પહોંચાડવા અંગે ગોરધનપર ગામના જ દિનેશ કારાભાઈ બાંભવા નામના ભરવાડ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીએ ફરિયાદી પાસે આવીને કહ્યું હતું, કે દેવાભાઈ ભરવાડને નિશાળે કેમ આવવા નથી દેતા, તેમ કહી તકરાર કરી હતી, અને માથામાં પાઇપ ફટકારી દીધો હતો. ફરીથી ઝપટે ચડ્યો છે,તો જીવતો નહીં રહેવા દઉં, તેમ કહી ધમકી ઉચ્ચારી હોવાથી મામલો સિક્કા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને સિક્કા પોલીસે આરોપી દિનેશભાઈ સામે ગુનો નોંધ્યો છે.

 ઇજાગ્રસ્ત ખેડૂતને માથામાં અને કપાળના ભાગમાં ઈજા થઈ હોવાથી સાત ટાંકા લેવા પડ્યા છે, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW