3 રાજ્યની ચૂંટણીમાં વિજય મળતા ભાવનગરના ભાજપ કાર્યકરો ગેલમાં

0

Updated: Dec 4th, 2023

– 4 રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામને લઈ કહી ખુશી કહી ગમનો માહોલ 

– તેલંગાણામાં કોંગ્રેસનો વિજય થતા કાર્યકરોમાં ખુશી : ચૂંટણી પરિણામને લઈ સોશીયલ મીડિયા પર કાર્યકરો વચ્ચે ચર્ચા જામી 

ભાવનગર : દેશની પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાય હતી, જેમાં આજે રવિવારે ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીના પરિણામ જાણવા ભાવનગરના રાજકીય કાર્યકરો ખુબ જ ઉત્સાહિત હતાં. ચારમાંથી ત્રણ રાજ્યમાં વિજય મળતા ભાવનગરના ભાજપ કાર્યકરો ગેલમાં આવી ગયા હતા, જયારે કોંગ્રેસ કાર્યકરોમાં નારાજગી ફરી વળી હતી પરંતુ તેલંગાણાા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિજય થતા કાર્યકરોમાં ખુશની લાગણી જોવા મળી હતી. ચૂંટણી પરિણામને લઈ સોશીયલ મીડિયા પર હાર-જીતને લઈ કાર્યકરો વચ્ચે ચર્ચા જામી હતી. 

તાજેતરમાં મીઝોરમ, તેલંગાણા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વગેરે પાંચ રાજ્યની સામાન્ય ચૂંટણી યોજાય હતી. આજે રવિવારે ચાર રાજ્યની વિધાનસભાની મતગણતરી હતી. મીઝોરમની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી આવતીકાલે સોમવારે હાથ ધરવામાં આવશે. પાંચ રાજ્યની ચૂંટણીમાં કોણ જીતશે અને કોણ હારશે ? તેને લઈ છેલ્લા કેટલાક દિવસથી ભાવનગર શહેર અને જિલ્લાના ભાજપ-કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીના કાર્યકરોમાં ચર્ચા જામી હતી. આજે ચાર રાજ્યની મતગણતરી હાથ ધરવામાં આવતા રાજકીય કાર્યકરો ટેલીવીઝન સામે ગોઠવાય ગયા હતા અને ઘણા કાર્યકરો મોબાઈલ લઈને પરિણામ જોવા બેસી ગયા હતાં. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપનો વિજય થતા ભાવનગરના ભાજપના કાર્યકરોમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી, જયારે કોંગ્રેસ કાર્યકરોમાં નિરાશા ફરી વળી હતી પરંતુ તેલંગાણામાં કોંગ્રેસનો ભવ્ય વિજય થતા કોંગ્રેસ કાર્યકરોને થોડી રાહત થઈ હતી અને કોંગ્રેસ કાર્યકરોએ ખુશી વ્યકત કરી હતી. 

વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ-ભાજપના કાર્યકરો અને સમર્થકો વચ્ચે ચર્ચા જામી હતી. હાર-જીતની દલીલો લાંબી ચાલી હતી. ચૂંટણી પરિણામ બાદ રાજકીય કટાક્ષ કરતા કેટલાક જોક્સ પણ વાયરલ થયા હતાં. ચાર રાજ્યના પરિણામ જોઈ રાજકીય કાર્યકરો પણ આશ્ચર્ય ફેલાયુ હતુ ત્યારે હવે મીઝોરમની ચૂંટણીમાં શુ પરિણામ આવે છે ? તેની કાર્યકરો રાહ જોઈ રહ્યા છે. 

Loading

Print Friendly, PDF & Email

ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW