બોરસદમાં ટ્રકનું વ્હિલ ફરી વળતા બાઈક સવારનું મોત, એકને ઈજા

0

– ટ્રકે ટક્કર મારતા ફંગોળાયા હતા

– શાકભાજી વેચીને બોચાસણ પરત જતા પિતરાઈ ભાઈઓને અકસ્માત નડયો

આણંદ : બોરસદ શહેરની અંજલિ હોસ્પિટલ નજીક એક ટ્રકના ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા રસ્તા ઉપર ફંગોળાયેલા બે પૈકી એક વ્યક્તિના માથા ઉપર અજાણ્યા ટ્રકનું તોતિંગ વ્હીલ ફરી વળતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બોરસદ તાલુકાના બોચાસણ ગામે ડભાસી રોડ ઉપર રામકુવા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ ભૂપતભાઈ પરમાર તથા તેઓના કાકાના દિકરા દિનેશ નટુભાઈ પરમાર રવિવારે સવારે મોટરસાયકલ લઈ બોરસદની ખેતીવાડી શાક માર્કેટ ખાતે શાકભાજી વેચવા આવ્યા હતા. જ્યાં શાકભાજી વેચ્યા બાદ બન્ને શખ્સો મોટરસાયકલ ઉપર સવાર થઈ પરત બોચાસણ આવવા માટે નીકળ્યા હતા. દરમિયાન તેઓનું મોટરસાયકલ બોરસદની અંજલિ હોસ્પિટલ નજીકથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે કોઈ અજાણ્યા ટ્રકના ચાલકે મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે મોટરસાયકલ પર સવાર બન્ને વ્યક્તિઓ રસ્તા ઉપર પટકાયા હતા. 

જેમાં દિનેશભાઈના માથાના ભાગે અજાણ્યા ટ્રકનું ટાયર ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રકનો ચાલક ટ્રક લઈ બોચાસણ તરફ નાસી છૂટયો હતો. આ અંગે બોરસદ શહેર પોલીસે અજાણ્યા ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Loading

Print Friendly, PDF & Email

ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW