નડિયાદ તલાટી બાગથી માઈ મંદિરનો રસ્તો નર્કાગાર બન્યો

0

Updated: Dec 4th, 2023

– લોકો દૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર

– ઉભરાતી ગટર તેમજ ગરનાળામાં ભરાયેલા કિચડની સફાઈ કરવા માંગ

નડિયાદ : નડિયાદ શહેરના તલાટી બાગથી માઈ મંદિર જવાનો રોડ ઉભરાતી ગટરના પાણીથી નર્કાગારમાં ફેરવાયો છે. છેલ્લા એક અઠવાડિયાથી આ સ્થિતિના લીધે ચાલતા જતા લોકોને તેમજ વાહન ચાલકોને ભારે હાડમારી વેઠવી પડે છે. છતાં નગરપાલિકા દ્વારા ઉભરાતી ગટરની તેમજ કાદવ કીચડની સાફ સફાઈ ન કરાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે.

નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હાદક ભટ્ટે જણાવ્યું છે કે, પશ્ચિમ વિસ્તારમાં પ્રસિદ્ધ માઈ મંદિર આવેલ હોવાથી મંદિરના દર્શન કરવા લોકોની ભારે અવરજવર રહે છે. ત્યારે શહેરના હાર્દ સમા તલાટી બાગથી માઈ મંદિર જવાના રોડ પર ઘણા સમયથી ગટર ઉભરાય છે. જેના ગંદા પાણી રોડ પર વહેતા હોવાથી રેલ્વે ગરનાળામાં બારેમાસ ચોમાસા જેવી સ્થિતિ જોવા મળે છે. આ ગરનાળામાં કાદવ-કિચડના થર જામ્યા છે. જેના કારણે લોકોને ગંદા પાણી તેમજ કાદવ કીચડમાં થઈને પસાર થવું પડે છે. માઇ મંદિર રોડ પર ઉભરાતી ગટરના ગંદા પાણી તેમજ ગંદકી કચરાના ઢગલાને કારણે ધર્મ પ્રેમી ભક્તોની લાગણી દુભાઈ છે. આ રોડ પર એક અઠવાડિયાથી આ સ્થિતિ હોવા છતાં હજુ સુધી ઉભરાતી ગટર તેમજ કાદવ કીચડની સાફ સફાઈ કરવામાં આવી નથી. આ રોડ પરથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ અવર જવર રહે છે તેમજ સફાઈ ઝુંબેશ અભિયાન ચાલી રહ્યું છે છતાં પાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. 

માઈ મંદિર ગરનાળા નજીક પંપીંગ રૂમ નીચે પાણીના નિકાલ માટે લોખંડની જાળી ઊંચી હોવાથી ઉભરાતી ગટરના પાણી ભરાઈ રહે છે. ત્યારે આ લોખંડની જાળી નીચે ઉતારવામાં આવે તેમજ પાલિકા તંત્ર દ્વારા ઉભરાતી ગટરની સાફ સફાઈ તેમજ ગરનાળામાં ભરાતા પાણી કાદવ કીચડ દૂર કરાય તેવી માગ ઉઠી છે. 

Loading

Print Friendly, PDF & Email

ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW