ખેડા જિલ્લામાં 6 મહિનામાં 3 મોટા કાંડ, પોલીસ અને ફૂડ વિભાગના મેળાપીપણાની આશંકા

0

Updated: Dec 4th, 2023

નડિયાદ : ખેડા જિલ્લામાં નડિયાદથી મહેમદાવાદનો રોડ છેલ્લા ૬ મહિનામાં ૩ વાર ચર્ચાઓના કેન્દ્રમાં આવ્યો છે. પહેલા આ રોડ પર કમળા ચોકડી પાસે ૩ એકમો પરથી બનાવટી હળદરનું પ્રકરણ સામે આવ્યું હતું. ત્યારબાદ વરસોલામાં બનાવટી ઘીનો કાંડ સામે આવ્યો હતો અને હવે આ જ રોડ પર સીલોડ પાસે આર્યુવેદિક સિરમ મેઘા આસવ બનતી હોવાની વિગતો સામે આવી છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને નડિયાદ ગ્રામ્ય પોલીસ તેમજ મહેમદાવાદ પોલીસની મંજૂરીથી જ આ રોડ પર અનેક બનાવટી નકલી વસ્તુઓનું ઉત્પાદન કરાવી તેમાંથી લાખો રૂપિયાની હપ્તાખોરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ આ હદ વિસ્તારના પોલીસ કર્મચારીઓ કરી રહ્યા હોય તેમ સ્પષ્ટ જણાઈ રહ્યુ છે.

મૃતકને 6 માસનું બાળક

આજે મહેમદાવાદના સોજાલીના ૨૨ વર્ષીય યુવક વિપુલ સોઢાનું આ આયુર્વેદિક મેઘા આસવ સિરપ પીવાથી મોત થયું છે. મળતી વિગતો મુજબ આ વિપુલ સોઢાને પત્ની છે. જ્યારે ૬ માસનું જ એક બાળક છે. ત્યારે ઝેરી સિરપ પીવાના કારણે ૬ માસના બાળકે પિતાનો આશ્રય ગુમાવ્યો છે અને પરિવારમાં પણ યુવાનીમાં જ દીકરાનું મોત થતા ભારે શોકનો માહોલ છવાયો છે.

ગૃહ વિભાગના નિયંત્રણમાં એસઆઈટી બને તો અનેક રાઝ ખૂલે

યોગેશ સિંધિના ખેડા જિલ્લા પોલીસના અનેક વિભાગોમાં સીધા છેડા અડે છે. એટલુ જ નહીં, યોગેશ સિંધિના પણ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીમાં અનેક અગ્રણીઓ સાથે સબંધો છે. ખાસ કરીને પોલીસ વિભાગની વાત કરવામાં આવે તો યોગેશની કપડવંજ રોડ પર આવેલી દુકાનથી ૧૦૦ મીટરના અંતરે જ જવાહરનગર પોલીસ ચોકી આવેલી છે. આ પોલીસ ચોકી આટલે નજીક હોવા છતાં યોગેશ પોલીસ ચોકીના જવાબદારોના સાનિધ્યમાં દુકાન પરથી જ આખો વેપલો ચલાવતો હતો. ત્યારે આ વેપલામાં લાખોનો વ્યવસાય હતો અને તેના થકી યોગેશ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓથી માંડી રાજકીય આકાઓને પણ હપ્તા પહોંચાડી સાચવી લેતો હોવાની ચર્ચાઓ છે. ત્યારે ગૃહ વિભાગના સીધા નિરીક્ષણ હેઠળ તપાસ ટીમ બને તો જ સત્ય ઉજાગર થાય અને ખેડા જિલ્લાના અનેક પોલીસ કર્મચારીઓના પણ નામ ખુલે તેવી શક્યતાઓ છે.

ફૂડ વિભાગના અધિકારી પાસે સમય નથી

ફૂડ વિભાગના અધિકારી પિયુષ પ્રજાપતિ પાસે ખેડા જિલ્લા ફૂડ વિભાગ ઉપરાંત અન્ય એક જિલ્લાની પણ જવાબદારી છે, જેથી તેમણે નડિયાદ વિભાગના કર્મચારીઓને છૂટા મુકી દીધા છે. કર્મચારીઓને છૂટો દૌર આપી દેતા કર્મચારીઓ મોટાપાયે આખા જિલ્લાના અનેક આવા બનાવટી અને મિલાવટવાળા એકમો સામે રહેમનજર હોવાનું ચર્ચાઇ રહ્યું છે. માત્ર તેહવારો ટાણે દેખાડા પુરતી કાર્યવાહી કરતું ફૂડ વિભાગ હજુ સુધી જાતે તો ક્યારેય જિલ્લાના આવા બનાવટી અને નકલી ઉત્પાદનો કરતા એકમો પર ત્રાટક્યા હોય તેવી ઘટના બની નથી. જેથી ફૂડ વિભાગમાં કોઈ મજબૂત અને નક્કર કામગીરી કરે તેવા અધિકારી લાવવામાં આવે ઉપરાંત આખા સ્ટાફની બદલી ૧૦૦ કિલોમીટરથી દૂર વિસ્તારમાં કરી નવો સ્ટાફ અહીંયા લવાય તે જરૂરી બન્યુ છે.

ગોડાઉનમાં અન્ય મસાલા મળ્યા, ગુણવત્તા તપાસવી જરૂરી

આ સમગ્ર કાંડમાં જ્યારે યોગેશ સિંધિના ગોડાઉન પર પોલીસ તપાસ માટે પહોંચી હતી, તે દરમિયાન ત્યાં અનેક પ્રકારના મસાલા પણ જથ્થો હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં મરચું, મરી-મસાલા જેવી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે. 

યોગેશ આયુર્વેદિક સિરપમાં મિથાઈલ મિશ્રણ કરી લોકોને સસ્તો નશો કરાવતો હતો. ત્યારે તેના દ્વારા મળી આવેલ મસાલાની ગુણવત્તા પણ તપાસવી જરૂરી છે કારણ કે, પૈસા રળી લેવા માટે યોગેશ દ્વારા આ મસાલામાં પણ મિલાવટ કરાતી હોવાની શક્યતાઓ છે.

Loading

Print Friendly, PDF & Email

ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW