ઉવારસદ પાસે ગળા ઉપર છરી મૂકીને ૫૦ લાખ રૃપિયાની ખંડણી માંગી

0

Updated: Dec 4th, 2023


વાગ્દત્તા સાથે કારમાં જઈ રહેલા યુવાનને ધમકી

હું ગાંધીનગરનો સૌથી મોટો સટ્ટાકિંગ છું તેમ કહી વાગ્દત્તાના પૂર્વ મિત્રએ ધમકાવતા અડાલજ પોલીસમાં ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર ૨માંથી વાગ્દત્તાને લઇ કારમાં
સાળંગપુર જઈ રહેલા યુવાનને ઉવારસદ પાસે આંતરી કારમાં આવેલા વાગ્દત્તાના પૂર્વ
મિત્રએ ગળા ઉપર છરી મૂકીને હવે યુવતીને મળવું હોય તો ૫૦ લાખ રૃપિયાની ખંડણી માગતા
ચકચાર મચી છે. જે મામલે અડાલજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે.

આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ચાંદખેડામાં
રહેતા અને બિલ્ડીંગ કંન્ટ્રક્શનનુ કામ કરતાં યુવકે ફરીયાદ નોંધાવી હતી કે
, ગત ૧૧ મી
નવેમ્બરનાં રોજ રાતે બે વાગે સેકટર – ૨ ખાતે રહેતી વાગ્દત્તા સાથે સાળંગપુર મંદિર
જવા માટે ગાડીમાં નિકળ્યો હતો. એ વખતે ઈન્ફોસિટી વિસ્તારથી નંબર વિનાની કારના
ચાલકે તેઓનો પીછો શરૃ કરી દીધો હતો. આથી ગભરાઈ ગયેલા યુવકે પોતાની ગાડી ભગાડી મુકી
હતી. જો કે
, આ કારના
ચાલકે ફિલ્મી ઢબે પીછો ચાલુ રાખી ઉવારસદ પાસે કારને આંતરી લીધી હતી. જેનાં કારણે
યુવકે કાર પરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઇડર પર ચઢી ગઈ હતી. જેનાં કારણે
વાગ્દત્તાને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને યુવકને હાથના ભાગે ઈજાઓ થવા પામી
હતી. બાદમાં યુવક ગાડીની નીચે ઉતરતા હોન્ડાસીટીનાં ચાલકે પોતાની ઓળખ ધનરાજ સોલંકી
તરીકે આપી છરી યુવકના ગળાનાં ભાગે મૂકી દીધી હતી અને કહેવા લાગેલો કે
, હું ગાંધીનગરનો
સૌથી મોટો સટ્ટાકીંગ છું
,
૧૦ ટકા વ્યાજે પૈસા ફેરવું છે. યુવતીને કેમ મળે છે, હવે મળવું હોય તો
૫૦ લાખ આપવા પડશે.બાદમાં ધનરાજ ત્યાંથી નીકળી ગયો હતો. અકસ્માતને પગલે દોડી આવેલા
લોકોએ યુવતીને ડ્રાઈવર સાઈડથી બહાર કાઢી હતી. અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંનેને
સારવાર મોકલી આપ્યા હતા. આ મુદ્દે જેતે સમયે અરજી આપ્યા પછી યુવકે હવે અડાલજ પોલીસ
મથકમાં વાગ્દત્તાનાં પૂર્વ મિત્રએ ખંડણી માંગ્યાનો ગુનો દાખલ કરાવ્યો છે. જેના
આધારે પોલીસે હાલ વધુ તપાસ આરંભી છે.

Loading

Print Friendly, PDF & Email

ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW