29/02/2024

જામનગરના લાલપુરમાં વરલી મટકાના જુગાર પર સ્થાનિક પોલીસનો દરોડો

0

Updated: Nov 30th, 2023

image : Freepik

– પાંચ પૈકીના ચાર આરોપીઓ નાશી ગયા: એક વૃદ્ધ હાથ આવી ગયા

જામનગર,તા.30 નવેમ્બર 2023,ગુરૂવાર

જામનગર જીલ્લાના લાલપુર તાલુકા મથકે પોલીસે મેઈન બજારમાં વરલી મટકાના આકડા લઇ જુગાર રમતા રમાડતા શખ્સો પર દરોડો પાડ્યો હતો, જેમાં એક વૃદ્ધ હાથ લાગી ગયા હતા. જયારે અન્ય ચાર શખ્સો નાશી ગયા હતા. પોલીસે પકડાયેલા શખ્સ પાસેથી રોકડ ઉપરાંત એક મોબાઈલ કબજે કરી તમામ સામે જુગારધારા મુજબ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 લાલપુર તાલુકા મથકે ગઈ કાલે પેટ્રોલિંગ દરમિયાન ભર બજારે યસ પ્રોવીઝન સ્ટોરની સામેના ભાગે અમુક શખ્સો વરલી મટકાના આકડા લઇ જુગાર રમતા હોવાનું સ્થાનિક પોલીસને ધ્યાને આવ્યું હતું. જેને લઈને પોલીસે દરોડો પાડ્યો હતો. 

જેમાં જાહેરમાં વરલી મટકાના આકડા લેતા અતુલકુમાર કાંતીલાલ માખેચા (રહે. દરજી શેરી દરબાર ગઢ પંચાયત પાસે લાલપુર) પકડાઈ ગયા હતા. જયારે તેની સાથે આંકડા લેતા કાતીલાલ કાનજીભાઈ નાંઢા (રહેવાસી-લાલપુર) તથા ગોવિંદભાઇ મૂરૂભાઇ ચાવડા (રહેવાસી-લાલપુર) તથા મેણંદભાઇ કારાભાઇ કંટારીયા (રહેવાસી-લાલપુર) તથા પુંજાભાઇ લખુભાઇ આયડી વગેરે શખ્સો નાશી ગયા હતા. પોલીસે પકડાયેલ વૃદ્ધ પાસેથી વર્લી મટકાના આંકડા લખી લખાવી નશીબ આધારીત જુગાર રમી પૈસાની હારજીત કરી આંકડા લખેલ કાપલી, બોલપેન તથા રોકડા રૂ.720 તથા એક મોબાઇલ ફોન કી.રૂ.5000 એમ કુલ કિ.રૂ. 5720 નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામ આરોપીઓ સામે જુગાર ધારા મુજબ ફરિયાદ દાખલ કરી નાશી ગયેલા શખ્સોની અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW