જામનગરમાં રંગમતી સોસાયટીમાં જુગાર અંગે દરોડો: આઠ જુગારીઓ પકડાયા

Updated: Nov 21st, 2023
જામનગર,તા.21 નવેમ્બર 2023,મંગળવાર
જામનગરમાં રંગમતી સોસાયટી વિસ્તારમાં ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને આઠ પત્તા પ્રેમીઓને ઝડપી લઈ રોકડ રકમ અને જુગારનો સામાન કબ્જે કર્યો છે.
જામનગરમાં કાલાવાડનાકા બાર રંગમતી સોસાયટી વિસ્તારમાં ગઈ રાત્રે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ગંજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલા ગુલામ મોઇનુદ્દીન આરબ, સુલેમાન અહમદભાઈ સુમરા, સુલતાન રજાકભાઈ શેતા, અલી અહમદભાઈ આરબ, વસીમ મજીદ ભાઈ શેખ, સોહીલ સલીમભાઈ સાટી અને નઝીમ કાસમભાઈ આરબની અટકાયત કરી રહી તેઓ પાસેથી રૂપિયા 29,760 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબ્જે કર્યો છે.