જામનગરના રામદૂત હનુમાનજી મંદિરમાં આગામી શનિવારે અન્નકૂટના દર્શન તથા મહાઆરતીનું આયોજન

Updated: Nov 21st, 2023
image : File photo
જામનગર,તા.21 નવેમ્બર 2023,મંગળવાર
જામનગર શહેરના પંચેશ્વર ટાવર રોડ પરના શ્રી ગૌરીશંકર મહાદેવ મંદિરની સાંનિધ્યમાં આવેલા શ્રી રામદૂત હનુમાનજી મંદિરમાં વિક્રમ સંવત-2080 ના શુભારંભ નિમિત્તે આગામી શનિવાર તા.25.11.2023ના દિવસે અન્નકૂટ દર્શન તથા મહાઆરતીના કાર્યક્રમો યોજાશે.
મંદિરમાં સાંજના 05.00 થી રાત્રિના 11.00 વાગ્યા સુધી અન્નકૂટ દર્શન થઈ શકશે. તે દરમિયાન રાત્રે 08.00 વાગ્યે મહાઆરતી થશે. મહાદેવ હર મિત્ર મંડળના સભ્યો, સહયોગી સંસ્થાઓ તેમજ સૌ ધર્મપ્રેમીઓને અન્નકૂટના દર્શન તથા મહા આરતીમાં જોડાવા માટે મહાદેવ હર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખએ જણાવાયું છે.