web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોમાં બાકી રકમ પર 100 ટકા પેનલ્ટી માફી : રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

0

ગુજરાત હાઉસીંગ બોર્ડ અને સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓ ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના’ હેઠળ 100 ટકા પેનલ્ટી માફીનો નિર્ણય

સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે વાર્ષિક 8 ટકાના વ્યાજ દરે પેનલ્ટીની જોગવાઇ

Updated: Nov 21st, 2023

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત હાઉસીંગ બોર્ડ અને સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના હેઠળ તા. 31 માર્ચ 2024 સુધી 100 ટકા પેનલ્ટી માફી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે હાઉસીંગ બોર્ડના મકાનોમાં બાકી રકમ પર 100 ટકા પેનલ્ટી માફીની જાહેરાત કરી છે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડ અને સ્લમ ક્લીયરન્સ સેલની જુની યોજનાઓમાં બાકી રહેતા લાભાર્થીઓના પરિવારજનોને પણ લાભ મળી શકશે. એટલું જ નહિ, સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે પણ વાર્ષિક 8 ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડને બાકી હપ્તાની વસુલાત થશે અને નવા આવાસોના આયોજન માટે આર્થિક વેગ મળશે. આ ઉપરાંત મકાન ધારકોને પેનલ્ટી માફી મળતાં હપ્તા પેટેની રકમ તેઓ ભરીને પોતાનો માલિકી દસ્તાવેજ કરાવી શકશે. જેના પરિણામે હાઉસીંગ બોર્ડના જૂના મકાનોનું રિ-ડેવલપમેન્‍ટ પણ હાથ ધરી શકાશે.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW