ગુજરાતમાં હીરા ઉદ્યોગને ઉજળી તક : મુંબઇના 26 વેપારી ઓફિસ બંધ કરી સુરત ડાયમંડ બુર્સમાં શિફ્ટ

0

આજથી સુરતના ડાયમંડ બુર્સ 135 વેપારી વેપાર શરૂ કરશે

હજી રોજ 20થી 25 ઓફિસમાં કુંભ મુકાઇ રહ્યા છે

Updated: Nov 21st, 2023


diamond businessmen shift to surat from mumbai : ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સનું ડિસેમ્બરમાં વિધિવત રીતે ઉદ્ઘાટન થાય તે પહેલાં સુરત અને મુંબઈના હીરા વેપારીઓએ બુર્સ ઉપર ફોકસ કર્યું છે. દશેરાના દિને કુંભ ઘડાના કાર્યક્રમ બાદ આવતીકાલે મંગળવારે મુંબઈના 26 હીરા વેપારીઓ સુરત કાયમ શિફ્ટ થઈને કામકાજ શરૂ કરવા જઈ રહ્યાં છે.

દશેરા પહેલાં 983 ઓફિસમાં કુંભ ઘડાનું સ્થાપન થયું હતુ 

સુરત ડાયમંડ બુસમાં આવતી કાલથી 135 હીરા વેપારીઓ એકસાથે પોતાનું કામકાજ શરૂ કરવા જઈ રહ્યાં છે. આમાં 26 મુંબઈના વેપારીઓ છે, જેઓ મુંબઈમાંનો વેપાર સમેટીને સુરત ડાયમંડ બુર્સથી પોતાનું કામકાજ શરૂ કરશે. જોકે, બુર્સમાં વેપાર શરૂ થાય તે પહેલાં આજરોજ 20મીએ એસબીઆઈ દ્વારા ડાયમંડ બુર્સની અંદર બેન્કનું ઉદ્દઘાટન કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પહેલાં દશેરાના દિવસે 983 ઓફિસોમાં કુંભ ઘડાનું સ્થાપન થયું હતું. ત્યાર બાદ છેલ્લાં 20 દિવસથી રોજ 20થી 25 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થઈ રહ્યું છે, એમ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણીએ જણાવ્યું હતું. હીરા સહિત અન્ય વેપાર-ધંધા સાથે સંકળાયેલાઓ પણ સુરત ડાયમંડ બુર્સ શરૂ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. હવે લોકોની આતુરતાનો અંત થશે. આવતીકાલ મંગળવારના રોજ સુરત ડાયમંડ બુર્સમાં વિધિવત રીતે 135 વેપારીઓ પોતાના વેપારની શરૂઆત કરશે. ત્યાર બાદ તા.17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડ્રીમ પ્રોજેક્ટ સમા આ ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે. વિશ્વના હીરા વેપારીઓની સુરત ડાયમંડ બુર્સ પર નજર છે. ત્યાર હવે સુરત ડાયમંડ બુર્સમાં વિવિધત રીતે વેપાર થવાની શરૂઆત થશે, એમ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું.



Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW