દિવાળીની સફાઈ માટે ઘેર આવેલા અર્બન એજન્સીના ત્રણ છોકરાઓએ સોનાના દાગીના ટફડાવ્યા

Updated: Nov 11th, 2023
Image Source: Freepik
વડોદરા, તા. 11 નવેમ્બર 2023 શનિવાર
દિવાળીના તહેવારો નિમિત્તે ઘરની સાફ-સફાઈ માટે અર્બન એજન્સી દ્વારા આવેલા ત્રણ છોકરાઓ ઘરના બેડરૂમના કબાટમાં મૂકેલી રૂપિયા ૮૫ હજાર કિંમતની સોનાની માળા ટફડાવી લીધી હતી
ભાયલી ખાતે માઈલસ્ટોન રેસીડેન્સીમાં રહેતા મયંક રમેશભાઈ ચૌહાણે અર્બન એજન્સી મારફતે આવેલા ત્રણ છોકરાઓ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ડભાસાની કંપનીમાં નોકરી કરું છું દિવાળીની સાફ-સફાઈ માટે અર્બન એજન્સી મારફતે બુકિંગ કરાવ્યું હતું અને તે મુજબ સવારના 10:00 વાગે ત્રણ છોકરાઓ ઘરની સાફ-સફાઈ માટે આવ્યા હતા અર્બન એજન્સીને શરૂઆતમાં 999 ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું તેમજ 5299 કામ પૂરું થયા પછી ઓનલાઇન ચુકવવાના હતા હું તેમજ મારી પત્ની અને પિતા ત્રણે નોકરી પર હતા જ્યારે ઘેર મારી માતા અને આઠ વર્ષનો પુત્ર હતા ત્યારે ઘરની સાફ સફાઈ ત્રણે છોકરાઓ કામ કરતા હતા. સાડા ચાર વાગ્યાની આસપાસ બેડરૂમમાં મુકેલા કબાટમાં મારી માતા પૈસા કાઢવા ગયા ત્યારે 12.3 ગ્રામની રૂપિયા 85,943 કિંમતની સોનાની માળા જણાઈ ન હતી. આ અંગે મારી માતાએ મને ફોન કરતા હું ઘેર આવી ગયો હતો અને ત્રણે છોકરાઓની પૂછપરછ કરતા તેમને ચોરીનો ઇનકાર કર્યો હતો દરમિયાન મારા પિતાએ પોલીસમાં ફોન કરતા પોલીસ આવી ગઈ હતી ઉપરોક્ત વિગતો અંગેની ફરિયાદ બાદ પોલીસે ત્રણેય શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે