web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

જામનગરમાં ચેક પરત ફરવાનાં કેસમા આરોપીને છ માસની સજાનો હુકમ

0

Updated: Nov 11th, 2023

Image Source: Freepik

જામનગર તા. 11 નવેમ્બર 2023, શનિવાર

જામનગરમાં રૂ 70 હજારની રકમનો ચેક પરત ફરવાના કેસમા આરોપી ને છ માસ ની સજા નો અદાલતે હુકમ કર્યો છે.

જામનગર નાં મનીષ દિનેશભાઈ નંદા પાસે થી તેમાં મિત્ર એવા હર્ષ બ્રાસ એન્જિનિયરિંગ વકર્સનાં પ્રોપ્રાઈટર મુળજીભાઈ બગડા એ રૂ. 70 હજાર ની રકમ ઉછીની મેળવી હતી. જેની પરત ચુકવણી માટે ચેક આપવામાં આવ્યો હતો. જે ચેક બેંક માંથી પરત ફરતા અદાલત મા ફરિયાદ નોંધાવાઈ હતી. આ અંગે નો કેસ ચાલી જતાં આરોપી મુળજીભાઈ બગડા ને અદાલતે તક્સિરવાન ઠરાવી છ માસ ની સજા અને ચેક ની રકમ મુજબ નાં દંડ અને રકમ ભરપાઈ કરવા મા ન આવે તો વધુ એક માસ ની સજા નો હુકમ કર્યો હતો.

આ કેસમા ફરિયાદી તરફે ધારાશાસ્ત્રી નયન એચ કનખરા અને કપિલ એન વશિયર રોકાયા હતા.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW