web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

ગુજરાત સરકારની જેલના કર્મચારીઓને દિવાળી ‘ગિફ્ટ’, ભથ્થામાં કર્યો વધારો, જાણો કોને કેટલો થશે ફાયદો

0

દિવાળી ટાણે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી

રાજ્ય સરકારે ભથ્થા માટે 13.22 કરોડ રૂપિયાના બજેટની વ્યવસ્થા કરી

Updated: Nov 11th, 2023


Gujarat Police News | દિવાળી ટાણે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત ગુજરાતના જેલ કર્મચારીઓ માટે હતી. માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા જેલ વિભાગના ક્લાસ-3ના કર્મચારીઓના ભથ્થામાં જોરદાર વધારાની જાહેરાત કરાઇ છે. જેના માટે 13.22 કરોડના બજેટની ફાળવણી કરાઈ છે. 

અગાઉ પણ સરકારે કરી હતી મોટી જાહેરાતો 

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ ક્લાસ-4ના કામદારો માટે બોનસની જાહેરાત કરાઈ હતી. ત્યારપછી ફીક્સ પે વાળા કર્મીઓને પણ સીધો જ 30 ટકાનો વધારો આપી દેવામાં આવ્યો હતો જેનાથી મોટાભાગના કર્મચારીઓને ફાયદો મળ્યો હતો. દિવાળી ટાણે આવી જાહેરાતથી કર્મચારીઓની ખુશીની લહેર જોવા મળી હતી. 

ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત 

ગૃહ રાજ્યમંત્રી દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર હવેથી જેલ સહાયકને 3500, જેલ સિપાહી માટે  4000, હવલદારને 4500 અને સુબેદારને 5000 રૂપિયાનું જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થું આપવાની મોટી જાહેરાત કરાઈ છે. જ્યારે ફિક્સ પગારનાં જેલ સહાયકોને રૂપિયા 150 લેખે જાહેર રજાના દિવસે ચૂકવાતા વળતરમાં વધારો કરીને 665 રૂપિયા રજા પગાર કરી દેવામાં આવ્યો છે. 



Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW