શું તમારી કારના સાયલેન્સરમાંથી અચાનક ટપકવાં લાગ્યું પાણી? આ વાત જાણી લો તો મોટી મુશ્કેલીથી બચી જશો

0

કાર માલિકો કેટલીકવાર કોઈને કોઈ સમસ્યાથી પરેશાન થઈ જાય છે. ઘણી વખત કારમાં આવતી સમસ્યાઓ એવી હોય છે કે તે સરળતાથી સમજી શકાતી નથી. પછી આ માટે, લોકો મિકેનિકની મુલાકાત લે છે, સર્વિસ સ્ટેશન પર કારની તપાસ કરાવે છે અને બિલ મોટું થઈ જાય છે. તેમ છતાં એ ખબર નથી પડતી કે આખરે ખરાબી શું હતી. આવી જ એક ખામી કે સમસ્યા ત્યારે જોવા મળે છે જ્યારે કારના સાયલેન્સરમાંથી પાણી ટપકતું જોવા મળે છે. આ જોઈને લોકો ડરી જાય છે અને પછી મિકેનિક આનો ફાયદો ઉઠાવીને લોકો પાસેથી હજારો રૂપિયાની ઉચાપત કરે છે.

પરંતુ શું તમે જાણો છો કે સાયલેન્સરમાંથી પાણી ટપકવું એ કોઈ સમસ્યા નથી પરંતુ તે કારના એન્જિનના સારા સ્વાસ્થ્યની નિશાની છે. મતલબ કે કાર મિકેનિકલી ફાઈન છે અને તે સારી માઈલેજ પણ આપી રહી છે. હવે અમે તમને જણાવીએ કે આવું કેમ થાય છે.

આ પણ વાંચોઃ Video: ગર્લફ્રેન્ડને મળવા અધીરો થયો યુવક, પરિવારને જોતા જ કૂલરની અંદર જઈને બેસી ગયો

શું છે કારણ?

જ્યારે કારના એન્જિનમાં ફ્યૂલ સંપૂર્ણરીતે બર્ન થઈ જાય છે તો કારની અંદર કંડનસેશનની પ્રક્રિયા પણ સારી રીતે કામ કરે છે અને એન્જિનમાં હાજર મોઇલ્ચર બાષ્પ બની જાય છે. પછી સાયલેન્સર સુધી પહોંચ્યા પછી તે પાણીનું રૂપ ધારણ કરે છે અને એક્ઝોસ્ટમાંથી નીકળતી હવાની સાથે તે પાણીના રૂપમાં બહાર આવે છે. આ જોયા પછી બિલકુલ ગભરાશો નહીં અને કોઈ મિકેનિક દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં. જો આવું થાય, તો તેનો અર્થ એ છે કે તમારી કાર કાર્યક્ષમ રીતે ફ્યુલ બર્ન કરી રહી છે અને તેની માઇલેજ પણ શાનદાર છે.

આ પણ વાંચોઃ 150 વર્ષ જૂના આ ઝાડમાંથી નીકળી રહ્યું છે પાણી, 1990થી અત્યાર સુધી થઈ રહ્યો છે આ ચમત્કાર!

જ્યારે પાણીની સાથે ધુમાડો નીકળે

જો કારના સાયલેન્સરમાંથી પાણીની સાથે સફેદ કે કાળો ધુમાડો નીકળતો હોય તો તે જોખમની નિશાની છે. મતલબ કે કારના એન્જિનમાં ખામી છે અને તેને તાત્કાલિક મિકેનિક પાસે લઈ જવાની જરૂર છે. આનો અર્થ એ છે કે કારના એન્જિનમાં પિસ્ટન રિંગ્સ ખરાબ થઈ ગઈ છે અને ફ્યુલ સંપૂર્ણપણે બર્ન નથી થઈ રહ્યું. સાથે જ એન્જિન વધારે મૉઇસ્ચર લઈ રહ્યું છે. તેનાથી કાર માઇલેજ ખૂબ જ ઓછી થી જશે અને કાર બંધ પણ થઈ શકે છે.

First published:

Tags: Ajab Gajab, Auto car

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW