વાઘોડિયા તાલુકાના પાટીયાપુરા ગામે વૃક્ષ સાથે બાઈક અથડાતા ચાલકનું મોત : મિત્રને ઈજા

Updated: Nov 6th, 2023
Image Source: Freepik
– શહેરમાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણને ઈજા
વડોદરા, તા. 06 નવેમ્બર 2023, સોમવાર
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પાટીયાપુરા ગામે વૃક્ષ સાથે બાઈક અથડાતા ચાલકનું મોત નીપજયું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા તેના મિત્રને ઈજા પહોંચી હતી. જ્યારે શહેરમાં અકસ્માતમાં ત્રણ બનાવમાં ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હતી.
અકસ્માતના પ્રથમ બનાવની મળતી માહિતી મુજબ વાઘોડિયા તાલુકાના નાનાભરડા ગામના 49 વર્ષીય ખેડૂત શાંતિલાલ મોહન વસાવાએ વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત સવારે 9:00 વાગ્યે તેમનો 20 વર્ષનો દીકરો મનોજ વાઘોડિયા થી પાદરિયાપુરા પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા. દરમિયાન પાટિયાપુરા નાયરા પેટ્રોલ પંપ પાસે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક લીમડાના વૃક્ષ સાથે અથડાયું હતું તેને કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હોવાથી મોત નીપજ્યું હતું. જ્યારે તેની પાછળ બેઠેલા મિત્ર ચંદ્રકાંત વસાવાને ઈજા પહોંચી હોવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
અકસ્માતના બીજા બનાવની મળતી વિગત મુજબ મધ્યપ્રદેશના ચારેલ ગામના સોમાભાઈ કિશોરી ઉંમર 45 ગત રાત્રે એક પંદર વાગ્યે શહેરની સવિતા હોસ્પિટલ નજીકથી રસ્તો ઓળંગી રહ્યા હતા. ત્યારે અજાણ્યા કાર ચાલકે ટક્કર મારી દેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતના ત્રીજા બનાવની મળતી માહિતી મુજબ સમા તળાવ બસ સ્ટેશન પાસે બાઈક ચાલકે એક્ટિવાચાલકે 35 વર્ષના દિનેશ લાલજી સુથારને ટક્કર મારી પાડી દીધો હતો.
અકસ્માતના ચોથા બનાવની મળતી વિગત મુજબ માંજલપુરના અલવાનાકા વિસ્તારમાં રહેતા રમેશ ગૌતમ ઉંમર 24 સવારે 9:30 વાગ્યે મનમોહન સમોસા રાવપુરાથી જઈ રહ્યા હતા. ત્યારે ગળામાં દોરી આવી જતા બાઈક પરથી પટકાયા હતા.
આણંદ જિલ્લાના કાલુ રેલવે ફાટક નજીક બાઈક સ્લીપ થતાં ચાલકનું મોત નીપજ્યું હતું.
મળતી વિગત મુજબ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કાલુ ગામના જુના ફળિયામાં રહેતા 42 વર્ષના અર્જુન સોલંકી પહેલી તારીખે બપોરે 2 વાગ્યે ચાલુ રેલવે ફાટક પાસેથી બાઈક લઈને જઈ રહ્યા હતા. ત્યારે બાઈક સ્લીપ થવાથી ગંભીર રીતે ગવાયા હતા. તેમને પ્રથમ બોરસદ અને ત્યારબાદ સારવાર માટે ગોત્રી અને એ પછી સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. વીરસદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.